Western Times News

Gujarati News

ચાલુ નાણાં વર્ષના ત્રીજા કવાર્ટરમાં જીડીપી દર સકારાત્મક રહેશે: અમિત શાહ

નવીદિલ્હી, કોરોના સંકટની વચ્ચે હવે ભારતીય અર્થવ્યવસ્થા ધીરે ધીરે સુધારો થઇ રહ્યો છે દેશ દુનિયાની અનેક સંસ્થાનોએ ભારતીય અર્થવ્યવસ્થાનું કોરોના સંકટમાંથી બહાર આવીને પટરી પર પાછા ફરવાનો અનુમાન લગાવ્યું છે હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આશા વ્યકત કરી છે કે ઓકટોબર ડિસેમ્બર ૨૦૨૦ એટલે કે ચાલુ નાણાં વર્ષના ત્રીજા કવાર્ટરમાં જીડીપી દર સકારાત્મક રહેશે શાહે એક કાર્યક્રમ બાદ કહ્યું કે પીએમ મોદી દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે મહેનત કરી રહ્યાં છે એ યાદ રહે કે નાણાં વર્ષ ૨૦૨૦-૨૧ના પહેલા અને બીજા કવાર્ટર દરમિયાન અર્થવ્યવસ્થામાં ઘટાડો નોંધાયો છે.

ગૃહ મંત્રી શાહે કહ્યું કે વૈશ્વિક મહામારીના કારણે બનેલા આર્થિક સંકટને પહોંચી વળવા માટે તેમણે પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી છે આ સાથે જ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાના સમયનો ઉપયોગ સારી નીતિઓ બનાવવામાં કર્યો છે. આ દરમિયાન તેમણે કોરોના સંકટના અર્થવ્યવસ્થા પર લાંબા સમયમાં પડનારા અસરનું વિશેષ ધ્યાન રાખ્યું છે આ રીતે પીએમ મોદીએ કૃષિ વિજળી ઔદ્યોગિક નીતિમાં સુધારા પર કામ કર્યું છે જેથી વિકાસની સ્પીડ યથાવત રહે.

અમિત શાહે કહ્યું કે પીએમ મોદીએ ગરીબોને મદદ માટે ૨૦ લાખ કરોડ રૂપિયાનું પ્રોત્સાહન પેકેજ આપ્યું છે તાજા જીડીપી આંકડાને જાેતા આપણે ફકત છ ટકા પાછળ છીએ તેમણે આશા વ્યકત કરી કે ઓકટોબર ડિસેમ્બર ૨૦૨૦ કવાર્ટરમાં જીડીપીની વૃધ્ધિ સકારાત્મક થઇ જશે એ યાદ રહે કે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે લગાવવામાં આવેલ લોકડાઉનના કારણે નાણાં વર્ષ ૨૦૨૦-૨૧ની એપ્રિલ જુન ૨૦૨૦ કવાર્ટર દરમિયાન જીડીપીમાં ૨૩.૯ ટકા ઘટાડો નોંધાયો હતો.આ બાદ બીજી કવાર્ટરમાં એટલે કે જુલાઇ સપ્ટેમ્બરમાં ૨૦૨૦ દરમિયાન આ ઘટાડો ઓછો થઇ ૭.૫ ટકા રહી ગઇ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.