ચાલુ રિક્ષાએ બાઈક પર કૂદ્યો અને યુવાનને ઝાપટ મારી દીધી
સુરત: શહેરમાં કોરોના કેસ વધી રહ્યા છે. લોકો કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું પાલન કરે તે માટે પોલીસ અને પાલિક દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જે મુજબ પોલીસ હવે દંડ નહીં પરંતુ શહેરીજનોને માસ્ક આપીને નિયમોનું પાલન કરવા માટે સમજાવશે તેવું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન શરૂ કર્યાના બીજા જ દિવસે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેની સાથે કહેવામાં આવી રહ્યું છે
લિંબાયત વિસ્તારમાં એક યુવકને રીક્ષામાં જઈ રહેલા પોલીસકર્મીઓએ જાેખમી રીતે રોક્યો એટલું જ નહીં તે પછી તેને લાફો મારી દીધો. આ વિડીયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે યુવકે માસ્ક નહોતું પહેર્યું એટલે તેને પોલીસે માર માર્યો અને સાથે આરટીઓનો મેમો આપી મોટો દંડ ફટકાર્યો છે. આ ઘટના ૨૪ માર્ચના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ લિંબાયત વિસ્તારમાં આવવેલા સોમનગર પાસે બની હતી.
વિડીયોમાં જાેઈ શકાય છે કે ઈશાન ખાન નામના યુવકને લાફો માર્યા બાદ પોલીસ કર્મી તેની બાઈક પાછળ બેસી જાય છે અને પોલીસ સ્ટેશન લઈ જઈને જપ્ત કરે છે. ત્યાર બાદ યુવકને આરટીઓનો મેમો આપવામાં આવે છે. જેમાં તેની યુવક પાસે લાયસન્સ રજૂ કરેલ નથી, આરટીઓને લગતા કાગળો રજૂ કર્યા નથી, આગળની નંબર પ્લેટ નથી અને બિન અધિકૃત વ્યક્તિને આપેલ હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ શહેરીજનોમાં પોલીસના આ વલણ પ્રત્યે ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે પોલીસ સામાન્ય અને નાના માણસોને જ હેરાન કરે છે. મોટા માણસો અને નેતાઓ સામે કોઈ કાર્યવાહી કરતી નથી.