ચાલુ રિક્ષામાં યુવતીની બેગ લઇ ગઠિયા ફરાર થઈ ગયા
અમદાવાદ: અત્યાર સુધી રસ્તે ચાલતા રાહદારી કે ટુ વ્હીલર પર જતા લોકોના ચેન સ્નેચિગ, મોબાઈલ સ્નેચિગ કે પછી બેગની ચિલ ઝડપ થઈ હોય તેવું સાંભળ્યું હશે. પરંતુ ક્યારેય ચાલુ રિક્ષામાંથી ગઠિયાઓ બેગની ચિલ ઝડપ કરી પલાયન થઈ ગયા હોય તેવું સાંભળ્યું છે ? શહેર ના એલીસબ્રીજ વિસ્તારમા આ પ્રકારનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં ચાલુ રિક્ષામાં એક યુવતીનું પર્સ બે બાઇક સવાર યુવાનો ખેંચીને ભાગી ગયા છે.
આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધર્યા છે. રિક્ષામાં સવાર મહિલા એન્જીનીયરની દાગીના અને અગત્યનાં પુરાવા ભરેલી બેગ છીનવી બે ગઠિયાઓ ફરાર થઇ ગયા છે. આઈટી એન્જીનીયર તરીકે કામ કરતા પૂનમબેને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જેમા જણાવ્યું છે કે, તેઓ ગઇકાલે સવારે કંપનીનાં કામથી મહારાષ્ટ્રથી અમદાવાદ આવ્યા હતા. જે બાદ સીટી એમથી રિક્ષામાં બેસીને નવરંગપુરા તેમના મિત્રને ત્યાં જઈ રહ્યા હતા.
ધૂળિયા કોટ સર્કલ નજીક પહોંચતા જ બાઇક પર આવેલા બે ગઠિયાઓ ચાલુ રિક્ષામાં તેમની હેન્ડ બેગ ખેંચી પલાયન થઈ ગયા હતા. જે બેગમાં સોનાની ચેઇન, પેન્ડલ, આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ અને બેન્કના એટી એમ કાર્ડ હતા. બેગ ખેંચીને ગઠિયઓ એન સી સી સર્કલથી ખાણી પીણી બજાર તરફ નાસી ગયા હતા. જાે કે ફરિયાદીએ બાઇકનો નંબર જાેવા નો પણ પ્રયત્ન કર્યો હતી. પરંતુ નંબર ભૂસાઈ ગયો હોવાથી જાેવા મળ્યો ના હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.