“ચાલ જીવી લઈએ”માં રણબીર સાથે ઋષિ કામ કરવા માગતા હતા
મુંબઈ: ઋષિ કપૂર અને રણબીર કપૂરે છેલ્લે અભિનવ કશ્યપની એક્શન-કોમેડી ફિલ્મ બેશરમમાં સાથે કામ કર્યું હતું. બાપ-દીકરાની આ જોડીને દર્શકો વિપુલ મહેતાની બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ની હિંદી રિમેકમાં પણ જોઈ શક્યા હોત, જો કે આમ થયું નહીં.હાલમાં જ ડિરેક્ટર મહેતા, ફિલ્મના પ્રોડ્યૂસર રશ્મિન મજેઠીયા અને કોકોનટ મોશન પિક્ચર્સના સીઈઓ રિતેશ લાલન સાથે વાત કરી હતી, જેમાં તેમણે તેમના ડ્રિમ પ્રોજેક્ટ વિશે વાત કરી હતી,
જે પૂરો થઈ શક્યો નહીં. ફેબ્રુઆરી (૨૦૨૦)માં અમે ઋષિ કપૂર અને તેમના મેનેજર સાથે વાતચીત કરી હતી. તેઓ ફિલ્મ વિશે રણબીર સાથે પણ વાત કરવાના હતા. પરંતુ તે તેની અન્ય ફિલ્મમાં વ્યસ્ત હતો. માર્ચમાં અમે ઋષિ અને રણબીર માટે ‘ચાલ જીવી લઈએ’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવાના હતા પરંતુ મહામારી આવી ગઈ’, તેમ લાલને કહ્યું હતું. પ્રોડ્યૂસર રશ્મિને કહ્યું કે, ઋષિજી આ ફિલ્મ કરવા માગતા હતા. અમે તેઓ તેમના દીકરા સાથે આ ફિલ્મમાં કામ કરે તેમ ઈચ્છતા હતા.
કારણ કે તેમની જોડી કમાલ કરી દેત. ફિલ્મની થીમ પણ તેમને સૂટ થઈ રહી હતી. પરંતુ દુર્ભાગ્યરીતે આપણે તેમના ડાયનેમિક રિલેશનશિપને ઓનસ્ક્રીન પર ફરી ક્યારેય નહીં જોઈ શકીએ’. ઉલ્લેખનીય છે, બે વર્ષથી કેન્સરની લડાઈ લડી રહેલા ઋષિ કપૂરનું નિધન આ વર્ષની ૩૦મી એપ્રિલે થયું હતું. ફિલ્મના પ્લોટ વિશે વાત કરતાં વિપુલ મહેતાએ કહ્યું કે, ‘દીકરાને ગંભીર બીમારી હોય છે. પરંતુ પિતા તેનાથી આ વાત છુપાવે છે અને તેઓ બીમાર હોવાનું કહે છે.
તેઓ તેમના દીકરા સમક્ષ મૃત્યુ પહેલા કેદારનાથ જવાની ઈચ્છા દર્શાવે છે. પિતાને ખબર છે કે તેમનો દીકરો જીવવાનો નથી અને તેથી જ કામમાંથી સમય કાઢીને તે પોતાના માટે પણ થોડુ જીવી લે તેમ તેના પિતા ઈચ્છે છે. હિંદી રિમેકમાં કઈ એક્ટ્રેસને લેવા ઈચ્છશો તેમ પૂછતાં પ્રોડ્યૂસરે કહ્યું હતું કે, ‘આ ફિલ્મમાં હીરોઈન પણ હતી અને આરોહી પટેલે સારું કામ કર્યું હતું.
હિંદી રિમેક માટે અમે શ્રદ્ધા કપૂર અથવા આલિયા ભટ્ટને લેવાનું પસંદ કરીશુ. કારણ કે તેઓ આ કેરેક્ટરને સારી રીતે ભજવી શકે છે. ડિરેક્ટરે તેમ પણ કહ્યું કે, તેમણે અગાઉ પણ તેમની ગુજરાતી ફિલ્મ ‘કેરી ઓન કેસર’ માટે ઋષિ કપૂરનો સંપર્ક કર્યો હતો, જો કે બાદમાં સુપ્રીયા પાઠક અને દર્શન જરીવાલાએ આ ફિલ્મ કરી હતી.