‘ચાલ તને લખોટીઓ અપાવું’ કહી પાડોશીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ કર્યુ
અમદાવાદ: શહેરના બાપુનગરમાં કિશોર સોસાયટીમાં લખોટી રમતો હતો ત્યારે પાડોશી યુવક આવ્યો અને આ કિશોરને વધારે લખોટી આપવાની લાલચ આપીને લઈ ગયો હતો. ત્યાં શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા આ કિશોરના પરિવારને જાણ થઈ હતી. કિશોરના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
બાપુનગરમાં એક ચાલીમાં રહેતા સફાઈ કામદારની પત્ની પણ સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. તેમનો ૮ વર્ષનો પુત્ર ધોરણ- ૩ માં અભ્યાસ કરે છે. બન્ને પતિ- પત્ની નોકરી પર જાય ત્યારે આ કિશોર તેની દાદી પાસે રહે છે. ગુરૂવારે બંને પતિ-પત્ની નોકરી પર હતા ત્યારે ફરિયાદીની સાસુનો ફોન આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે, તેમના દીકરા એટલે કે ૮ વર્ષીય કિશોર સાથે કઈક ખોટું થયું છે. જેથી ફરિયાદીએ તેમના પુત્રની પૂછપરછ કરતા કિશોરે જણાવ્યું કે, તે ચાલીમાં લખોટી રમતો હતો ત્યારે હિમાંશુ નામનો પાડોશી આવ્યો હતો. આ હિમાંશુએ વધારે લખોટી આપવાનું કહીને તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણે પોતાનું પેન્ટ કાઢીને કિશોર સાથે શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. બાળકે ના પાડી છતાંય આ હિમાંશુએ આ હરકત ચાલુ રાખી હતી. કિશોરને ગુદામાર્ગે દુઃખાવો થતાં તે ત્યાંથી નાસી છૂટ્યો અને પોતાના ઘરે આવી ગયો હતો.
આ સઘળી હકીકત તેણે પરિવારજનોને કહેતા પરિવારજનોએ બાપુનગર પોલીસનો સંપર્ક કર્યો હતો. બાપુનગર પોલીસે આ મામલે હિમાંશુ નામના વ્યક્તિ સામે આઇપીસી ૩૭૭, પોકસો એકટ ૩ટ્ઠ,૪,૫(સ્),૬ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધિત અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.