ચાહકોને સુનીલ ગ્રોવરની સ્ટાઈલ પસંદ ન આવી
મુંબઈ, કોમેડિયન સુનીલ ગ્રોવર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. માત્ર ટીવી સ્ક્રીન પર જ નહીં, પરંતુ તે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર વીડિયો શેર કરીને લોકોને ખૂબ હસાવતા રહે છે. અવારનવાર તેમના ફની વીડિયો વાયરલ થતા રહે છે. ફરી એકવાર તેમનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જાેયા બાદ ઘણા લોકો પોતાની હસી પર કાબૂ રાખી શક્યા નથી.
જ્યારે અમુક લોકો સુનીલને જાેરદાર ટ્રોલ કરી રહ્યા છે. વાસ્તવમાં ગઈકાલે રાત્રે સુનીલ ગ્રોવર સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને જીજા આયુષ શર્માની પાર્ટીમાં પહોંચ્યા હતા. આ પાર્ટી સલમાન ખાન અને આયુષ શર્માની આગામી ફિલ્મ ‘અંતિમ’ માટે રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં સલમાન ખાન, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા જેવા ઘણા ફેમસ ચહેરાઓએ હાજરી આપી હતી.
આ પાર્ટી પર પાપારાઝીની સંપૂર્ણ નજર હતી. સુનીલ ગ્રોવર પણ આ જ પાર્ટીમાંથી બહાર નીકળતો જાેવા મળ્યો હતો. આ પાર્ટીમાં સુનીલ ગ્રોવર એકદમ સ્ટાઇલિશ અંદાજમાં જાેવા મળ્યા હતા. સુનીલના જૂતાએ તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું. સુનીલે પોતાનો કૂલ લુક પૂરો કરવા માટે બે અલગ-અલગ રંગના શૂઝ પહેર્યા હતા.
જ્યારે તેનું એક જૂતું બ્રાઉન કલરનું હતું, જ્યારે બીજું બ્લેક કલરનું હતું. અભિનેતાએ આ શૂઝને ખાકી રંગના પેન્ટ અને શર્ટ સાથે કોમ્બિનેશન કર્યું હતું. આમ જાેવા જઈએ તો આ સ્ટાઈલ ટ્રેન્ડી છે, પરંતુ સુનીલના ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સને તેમની સ્ટાઈલ બહુ પસંદ આવી નથી. સુનીલ ગ્રોવરનો આ વીડિયો પર ઘણા લોકોએ વિચિત્ર કમેન્ટ કરીને તેમને ટ્રોલ કર્યા હતા.
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ‘યે બ્રાઉનવાળું મારું છે. જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘તેને ડ્રગ ટેસ્ટ કરાવો.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘ કયો નશો કર્યો હતો, જેના કારણે આવા જુદા જુદા જૂતા પહેર્યા.’ એક વ્યક્તિએ તો હદ વટાવતા લખ્યું છે કે અને તેમને શરાબી કહ્યો હતો. તમને જણાવી દઈએ કે, સુનીલ ગ્રોવર ધ કપિલ શર્મા શો છોડ્યા બાદથી ખૂબ જ વ્યસ્ત છે. તે ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરી રહ્યા છે. હાલમાં જ તે વેબ સિરીઝ ‘સનફ્લાવર’માં જાેવા મળ્યા હતા.SSS