Western Times News

Gujarati News

ચા માં પ્રતિકિલોએ રૂ.ર૦ નો તોળાતો ભાવ વધારો

(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાને કારણે લગભગ બે મહિના લોકડાઉનને લીધે સર્વત્ર કામકાજ ઠપ થઈ ગયુ હતું ટ્રાન્સપોર્ટેશનના અભાવને કારણે અનેક ચીજવસ્તુઓ પોર્ટમાં પડી રહી હતી તેવી જ રીતે આસામમાં હમણા હમણા આવેલા પૂર તથા ચા ના બગીચામાં મહિલાઓની અપૂરતી સંખ્યા સહિતના કારણોસર ચા નું ઉત્પાદન ઓછુ થતા ચા ની કિંમતમાં ઉછાળો નોંધાયો હતો.

અનલોક પછી પણ સ્થિતિમાં કોઈ સુધાર થયો નથી. અમુક રાજયોમાં હજુ પણ લોકડાઉન- અર્ધલોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે તેથી ચા નો પુરવઠો બધે બરોબર પહોંચી રહયો નથી.

પરિણામે ચા ના ભાવ વધતા સવારની ચા કડવી બનશે તેવા એંધાણ વર્તાઈ રહયા છે. ચા ના ભાવમાં હજુ પણ પ્રતિ કિલોએ લગભગ રૂ.ર૦નો વધારો તોળાઈ રહયો છે ચા ના ભાવ સતત વધવાને કારણે સામાન્ય નાગરિક પરેશાન છે. દિવસમાં બે થી ત્રણ વખત ચા પીતા લોકોનો બહોળો વર્ગ છે તેઓને ઘરે તો ચા મોંઘીપડી રહી છે તો છૂટક ચા ના ભાવમાં કેટલાક સ્થળોએ વધારો થઈ ગયો છે. અડધી ચા ની કિંમતમાં રૂ. બે નો વધારો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.