ચિંગસપુરા પીવાના પાણી મુદ્દે હોબાળા બાદ ભરૂચ નગરપાલિકાએ કામગીરી શરુ કરી.
(વિરલ રાણા) ભરૂચ, ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૭ માં આવેલ ચિંગસપુરા હરિજનવાસ વિસ્તારમાં પીવાના પાણી થી ત્રસ્ત રહીશોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યા બાદ તાબરતોબ ભરૂચ નગરપાલિકા દ્વારા આરસીસી રસ્તો તોડીને પણ વિસ્તારના રહીશોની પીવાના પાણી ની સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૭ માં આવેલ ચિંગસપુરા હરિજન વાસ વિસ્તારમાં પીવાના પાણી ની સમસ્યા ભર ઉનાળે સર્જાય હતી.પરંતુ વારંવારની રજૂઆત બાદ પણ પીવાના પાણી ની સમસ્યા પાલિકાએ હલ ના કરતા સ્થાનિકોએ આખરે મીડિયાના શરણે આવતા આખરે મીડિયાના અહેવાલ બાદ
પણ મોડે મોડે પણ પાલિકાએ તાબરતોબ આરસીસી રસ્તા તોડીને પણ રહીશોને પીવાના પાણીની સમસ્યા હલ કરવાના પ્રયાસો કર્યા હતા.ત્યારે જોવું એ રહ્યું કે રહીશોને પીવાનું પાણી મળે છે કે કેમ?
હાલ તો પાલિકાએ રહીશો ની પીવાના પાણી ની સમસ્યાને લઈ જ્યાં પાઈપ લાઈન માં ભંગાણ સર્જાયું છે.ત્યાં આરસીસી રસ્તો તોડીને પણ પીવાના પાણીની સમસ્યા હલ કરવાના પ્રયાસો કરી રહી છે.