ચિંચલી ગામે પંચાયત માર્ગ અને મકાન વિભાગના કુલ ૧૧ રસ્તાઓના ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાયો

આહવા તાલુકાના ૫ અને સુબીર તાલુકાના ૬ રસ્તા જે કુલ રૂપિયા ૧૧૬૨.૪૦ લાખના ખર્ચે નિર્માણ થનારા રસ્તાઓનુ કરાયું ખાતમુહૂર્ત :
ચોમાસું પહેલાં કામ પૂર્ણ કરવાં ઇજરાદારને સુચના
(ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૨૬: ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા તારીખ ૨૬ એપ્રિલના રોજ પુર્વ પટ્ટી વિસ્તારના ચિંચલી ખાતે આહવા અને સુબિર તાલુકાના, પંચાયત માર્ગ અને મકાન વિભાગના હસ્તકના કુલ ૧૧ રસ્તાઓના જે કુલ રૂપિયા ૧૧૬૨.૪૦ લાખના ખર્ચે નિર્માણ થનારા વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું હતું.
આહવા અને સુબિર તાલુકા વિસ્તારના પ્રતિનિધિઓ તેમજ લોકો દ્વારા રસ્તાની માંગણીઓને ધ્યાને રાખી સરકારમાં રજુઆત કરી પૂર્વ પટ્ટી વિસ્તાનાં મહત્વના રસ્તાનું ખાતમુહર્ત કરાયું છે. જે રસ્તાઓ સ્થાનિક લોકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે તેમ વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું.
આ રસ્તાઓ સજ્જડ અને સારાં રસ્તાઓ બને તે માટે ઇજારદાર અને સ્થાનિક આગેવાનો પણ ધ્યાન રાખે જરૂરી છે. આ સાથે જ ડાંગમાં વિકાસ નાં કાર્યો કરવાં સતત પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે ગ્રામજનો પણ સરકાર અને વહીવટી તંત્રને સહયોગ આપે તે જરૂરી છે તેમ શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું.
વધુમાં ડાંગનું પાણી ડાંગમાં જ રોકાય તે માટે પૂર્વ પટ્ટી વિસ્તારમા વિયર બનાવી પાણી રોકવાં માટેના હાલ પ્રયત્નો ચાલી રહ્યાં છે જ્યારે તાજેતરમાં જ વાહુટીયા ગામે તૈયાર થયેલ વિયર લોકો માટે ખુબ જ ઉપયોગી થશે. આ ઉપરાંત સમગ્ર ડાંગમાં જરૂરિયાત પ્રમાણે વિયર ડેમો બનાવવામાં આવશે. જેથી પીયત ની સુવિધાઓ ઉભી કરી શકાશે. હાલમાં ડાંગગ જિલ્લામાં તાપી આધારિત ૮૬૬ કરોડ ની યોજના પ્રગતિ હેઠળ છે. જેનાથી લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળી રહેશે તેમ શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું.
આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ડાંગનાં પૂર્વ પટ્ટી વિસ્તારમા સરકાર દ્વારા લોકોને આવાગમન માટે રસ્તાની તકલીફો ના પડે તે માટે સુજ્જ અને સારાં રસ્તાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, તેમજ ૮૪ કરોડનાં વિવિધ ડેમો મંજુર કરાયા છે. તેમજ આવનાર સમયમાં પ્રજાના વિવિધ નાનાં મોટાં તમામ પ્રશ્નો નું પણ નિરાકરણ કરવામાં આવશે.
આહવા તાલુકાના પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૧) T-11 ચિંચલી ગારખડી રોડ, કી.મી ૯.૨૦ જેની વહીવટી મંજુરીની રકમ ૪૯૮.૦૦ લાખ, ૨) ડાંગ જિલ્લાના ચીચધરા ગામે મેઅન રોડ થી બરડા ફળીયા સુધી ડામર રોડનું કામ કી.મી ૧.૦૦ જેની વહીવટી મંજુરીની રકમ ૩૨.૦૦ લાખ, ૩)
ચિંચલી ગામે મેઇન રોડ થી નિશાળ ફળિયા રોડ કી.મી ૧.૦૦ જેની વહીવટી મંજુરીની રકમ ૩૨.૦૦ લાખ, ૪) ચિંચલી મહારદર રોડ કી.મી ૦.૭૫ જેની વહીવટી મંજુરીની રકમ ૭૫.૦૦ લાખ, ૫) ચિંચલી ગામે મેઇન રોડ ટુ ખાતળ ફળીયા રોડ કી.મી ૧.૦૦ જેની વહીવટી મંજુરીની રકમ ૩૨.૦૦ લાખ, જ્યારે સુબીર તાલુકાના હસ્તકના
૧) આહિરપાડા ઝરી વાડીયાવન રોડ, કી.મી ૧.૦૦ જેની વહીવટી મંજુરીની રકમ ૧૪૦.૮૦ લાખ, ૨) ગારખડી કાટીસ ફળિયા રોડ કી.મી ૪.૯૦ જેની વહીવટી મંજુરીની રકમ ૧૮૨.૦૦ લાખ,
૩) ગારખડી સરપંચ ફળિયા રોડ કી.મી ૧.૦૦ જેની વહીવટી મંજુરીની રકમ ૩૭.૦૦ લાખ, ૪) વંઝારધોડી વી.એ.રોડ, કી.મી ૧.૬૫ જેની વહીવટી મંજુરીની રકમ ૫૯.૨૦ લાખ,
૫) બદિનાગાવઠા વી.એ રોડ, કી.મી ૧.૨૦ જેની વહીવટી મંજુરીની રકમ ૪૪.૪૦ લાખ, ૬) આહીરપાડા થી બિલબારી રોડ, કી.મી ૦.૮૦ જેની વહીવટી મંજુરીની રકમ ૩૦.૪૦ લાખ, જે કુલ ૧૧૬૨.૪૦ લાખના ખર્ચે નિર્માણ થનારા રસ્તાઓના નવીનીકરણ/કાચા ડામર રસ્તાની કામગીરી માટે વિધાનસભા નાયબ દંડકશ્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, બાંધકામ સમિતિ અધ્યક્ષ શ્રી ચંદરભાઇ ગાવિત, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, સહિતના જિલ્લા અને તાલુકાના સદસ્યો, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાષભાઈ ગાઈન, સહિત પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.