ચિંતા વગર આત્મવિશ્વાસ તથા શ્રદ્ધાથી પરીક્ષા આપોઃરૂપાણી
અમદાવાદ: ધોરણ ૧૦ અને ધોરણ ૧રની બોર્ડની પરીક્ષા આજે શાંતિ તથા સુમેળભર્યા વાતાવરણમાં શરૂ થઈ છે. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર સફળ થવાનો વિશ્વાસ ચમકતો હતો. એક કેન્દ્ર પર શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપÂસ્થત રહી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કંકુનો ચાંલ્લો તથા ગુલાબના ફૂલ આપી શુભેચ્છા પાઠવી હતી.
રાજ્યમાંથી ધોરણ ૧૦ તથા ધોરણ ૧રની બોર્ડની પરીક્ષામાં ૧૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએે ઓલ ધી બેસ્ટ કહી શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યે હતુ કે તમો આત્મવિશ્વાસ તથા શ્રદ્ધા સાથે પરીક્ષાનો ડર રાખ્યા વિના પરીક્ષા આપજા. ચિંતામુક્ત બની પરીક્ષા આપશો. તેઓએ કરેલા પુરૂષાર્થનું જરૂર ફળ મળશે. તમારી મહેનતના પ્રમાણમાં પરિણામ મળશે. શુભ નિષ્ઠાથી પરીક્ષા આપશો ફળ પણ શુભ આવશે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર-ચુડાસમા બોર્ડની પરીક્ષા શરૂ થતાં પહેલાં એેસ.વી.ડી. શાળાના કેન્દ્ર પર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા ઉપÂસ્થત રહ્યા હતા. આ કેન્દ્ર ઉપરથી ૭પ૦ જેટલા વિદ્યાર્થીઓે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.
પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા આવતા દરેક વિદ્યાર્થીઓ ગુલાબનું ફૂલ તથા કુમ કુમ તિલક કરી શુભેચ્છા તથા આશિર્વાદ પાઠવ્યા હતા. તેમણ જણાવ્યુ હતુ કે બોર્ડની આજની શરૂ થતી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરો એ જ શુભેચ્છા. પરીક્ષાઓ ડર રાખ્યા વિના શાંતિથી પરીક્ષા આપશો. ગુજરાતમાંથી પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા.
તેમણે જણાવ્યુ હતુ કે બોર્ડમાં જેલમાંથી ૧રપ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. તથા ચક્ષુ વિહોણા વિદ્યાર્થીઓને પણ શુભેચ્છા પાઠવું છે. દરમ્યાનમાં જૂનાગઢમાંથી બોર્ડની પરીક્ષાની ડુપ્લીકેટ રસીદોનું મોટું કૌભાંડ એસઓજીની ટીમે આ કૌભાંડના એક વ્યÂક્તને પકડી પાડ્યો છે. જયારે બીજી વ્યક્તિ ફરાર થઈ ગઈ છે.