Western Times News

Gujarati News

ચિદમ્બરમની બે કલાક સુધી કઠોર પુછપરછ

નવી દિલ્હી, ખાસ અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પૂર્વ નાણાંપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમનની પુછપરછ કરવા અને તેમની ધરપકડ કરવા માટેની મંજુરી આપી દીધા બાદ હવે ઇડીના અધિકારીઓ તેમની પુછપરછ કરવા માટે સવારમાં તિહાર જેલમાં પહોંચી ગયા હતા. તેમની આશરે બે કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી. દરમિયાન ચિદમ્બરના પુત્ર અને કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ માતા નલિની સાથે તિહાર જેલમાં પહોંચ્યા હતા.

ઇડી દ્વારા ચિદમ્બરમની ધરપકડ કરવા માટે માંગ કરી છે. જેના આધાર પર ઇડીને જેલમાં પુછપરછ કરવા માટેની મંજુરી આપેલી છે. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને ઇડી દ્વારા નોંધવામાં આવેલા આઈએનએક્સ મિડિયા મામલામાં મંગળવારના દિવસે દિલ્હીની ખાસ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. ચિદમ્બરમ સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલા આઈએનએક્સ મિડિયા ભ્રષ્ટાચાર મામલામાં ૧૭મી ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

ઇડીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, તેને આઈએનએક્સ મિડિયા મામલા સાથે જોડાયેલા મામલામાં ચિદમ્બરમની પુછપરછ કરવાની જરૂર દેખાઈ રહી છે. આઇએનએક્સ મિડિયા ભ્રષ્ટાચારના મામલામા જેલમાં રહેલા ચિદમ્બરમે અગાઉ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી. ચિદમ્બરમે કહ્યું હતું કે, સીબીઆઈ તેમને અપમાનિત કરવા માટે જેલમાં રાખવા માટે ઇચ્છુક છે. ચિદમ્બરમ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને તર્કદાર દલીલો કરી હતી.

સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી પણ દાખલ કરી હતી. જસ્ટિસ આર ભાનુમતિની સમક્ષ બંને વકીલોએ કહ્યું હતું કે, એવો કોઇ મામલો સપાટી પર આવ્યો નથી કે ચિદમ્બરમ અથવા તેમના પરિવારના કોઇ સભ્યો કેસ સાથે સંબંધિત કોઇ સાક્ષીનો સંપર્ક કરવા અથવા તો પ્રભાવિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ગઇકાલે મંગળવારના દિવસે દિલ્હી કોર્ટમાંથી ઇડીને ચિદમ્બરમની ધરપકડ કરવા માટેની મંજુરી મળી ગઈ હતી. હાલમાં ચિદમ્બરમ આજ કેસમાં સીબીઆઈની ધરપકડ હેઠળ છે. ચિદમ્બરમને તિહાર જેલમાં રાખવામાં આવ્યા છે. ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આમા સીબીઆઈ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એજન્સી તેમને અપમાનિત કરવા માટે જેલમાં રાખવા માટે ઇચ્છુક છે. ચિદમ્બરમના વકીલોનું કહેવું છે કે, પ્રતિષ્ઠા ખરડવાના હેતુસર તેમને જેલમાં રાખવામાં આવી રહ્યા છે. આજે ચિદમ્બરમના પત્નિ અને પુત્ર કાર્તિ સાથે ચિદમ્બરમની બેઠકના સંદર્ભમાં વધુ માહિતી મળી શકી નથી. જા કે, ચિદમ્બરમના વકીલો રાહત અપાવવા માટેના તમામ પ્રયાસ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.