ચિરાગનું પિતાની જયંતિ પર કાકા પશુપતિ કુમાર પારસની સાથે જંગનું એલાન
પટણા: એલજેપી નેતા ચિરાગ પાસવાને પિતા રામવિલાસ પાસવાનની જયંતિ પર કાકા પશુપતિ કુમાર પારસની સાથે જંગનું એલાન કરી દીધું છે. તેમણે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના કાકા પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. ચિરાગ પાસવાને કહ્યું કે, ‘બે વર્ષ પહેલા મારા કાકાનું નિધન થયું, ત્યારબાદ પિતાજી જતા રહ્યા. આ કારણે આખા પરિવારની જવાબદારી મારા કાકા પશુપતિ કુમાર પારસ પર આવી ગઈ. તેમની જવાબદારી રહી કે તેઓ પરિવાર અને પાર્ટીને સાથે લઇને કેવી રીતે આગળ વધે. હું કાકા પશુપતિમાં મારા પિતાની છબિ જાેતો રહ્યો, પરંતુ જે રીતે તેમણે પરિવારને દગો આપ્યો અને જ્યારે સૌથી વધારે મારે તેમની જરૂર હતી ત્યારે તેમણે મારો સાથ છોડ્યો.’
ચિરાગે કહ્યું કે, ‘અત્યારે પરિવારમાં એવા ઘણા ઓછા લોકો બચ્યા છે જે મુશ્કેલ સમયમાં મારો સાથ આપે. મારા કાકા અને મારા ભાઈ મારાથી અલગ થઈ ગયા છે. એક ફક્ત મારા મમ્મી છે જેમના આશીર્વાદથી હું છું. તે પિતાજીના ગયા બાદ ઢાલ બનીને મારી સાથે ઉભી રહી. તે અત્યારે મા અને પિતા બંનેની જવાબદારી નિભાવી રહી છે.’ ચિરાગે કાકા પશુપતિ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘જ્યાં સુધી કાકાનું કહેવું છે
આશીર્વાદ યાત્રાની જગ્યાએ શ્રદ્ધાંજલિ યાત્રા હોવી જાેઇએ તો હું એટલું જ કહીશ કે શ્રદ્ધાંજલિ દેખાડવાની ચીજ નથી. આ દિલથી આપવામાં આવે છે. મારી ભાવનાઓ મારા દિલમાં છે.’
તેમણે કહ્યું કે, ‘મારા માટે વ્યક્તિગત રીતે આ મુશ્કેલ સમય છે. આ કારણે મને આવા સમયે જનતાના સાથની જરૂર છે. હું આ યાત્રા દ્વારા કંઈ પણ આંકવાના પ્રયત્નમાં નથી. આ સમયે પરિવારનું મારી સાથે કોઈ નથી, એવા સમયે જનતા પાસે જવાથી વધારે સારો વિકલ્પ કંઈ નથી.’
ચિરાગ પાસવાને કહ્યું કે, ‘આજે ઈમાનદારીથી કહું તો જે રીતે પરિવારની વાતો સાર્વજનિક મંચ પર થઈ રહી છે તેનાથી હું જરા પણ સહજ નથી. મેં અંત સુધી પ્રયત્ન કર્યો કે પરિવારની વાતો અંદર રહે, આ કારણે હું કાકાને મળવા પણ ગયો, પરંતુ આ વાતો હવે એટલી પબ્લિક ડોમેનમાં આવી ગઈ છે કે ત્યાબાદ કંઈ કહેવાની જરૂર નથી.’ચિરાગ પાસવાને કહ્યું કે, ‘હું સિંહનો દીકરો છું, ક્યારેય નહીં ડરું. હું એટલું જરૂર કહીશ કે અત્યારે હું જે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છું આવામાં મને આશા છે કે મને મારા પ્રધાનમંત્રીનો સાથ જરૂર મળશે. મારા પિતા અંતિમ શ્વાસ સુધી પ્રધાનમંત્રી સાથે રહ્યા.’