ચિરાગ પાસવાન બિહારમાં પાંચ જુલાઇથી આશીર્વાદ યાત્રા કાઢશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Chirag-Paswan-1-1024x569.jpg)
નવીદિલ્હી: લોજપા નેતા ચિરાગ પાસવાને પોતાના પિતા અને પાર્ટીના સંસ્થાપક રામવિલાસ પાસવાનની જયંતી પર ૫ જુલાઇએ સમગ્ર બિહારમાં આશીર્વાદ યાત્રા કાઢવાની જાહેરાત કરી છે. પાસવાનની જાહેરાત લોજપાની રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ થઇ હતી જેમાં તેમના નેતૃત્વને સમર્થન અને પાર્ટીના બંધારણની વિરૂધ્ધ કામ કરવા માટે તેમના કાકા પશુપતિ કુમાર પારસના નેતૃત્વવાળા એક જુથ પર નિશાન સાધવામાં આવ્યું હતું.
ચિરાગે કહ્યું કે હાજીપુરથી યાત્રા કાઢવામાં આવશે કારણ કે રામવિલાસ પાસવાને અહીંથી અનેકવાર લોકસભા માટે ચુંટણી લડી હતી અને જીત્યા હતાં.હાજીપુર રામવિલાસની કર્મભૂમિ હતી આ બેઠકમાં રામવિલાસ પાસવાનને ભારત રત્ અને બિહારમાં તેમની એક મોટી પ્રતિભા સ્થાપિત કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
એ યાદ રહે કે બિહારમાં ચિરાગ પાસવાના કાકા પશુપતિ કુમાર પારસે બળવો કર્યો છે અને ચિરાગ પાસવાનને લોજપાના અધ્યક્ષ પદેથી પણ હાંકી કાઢયા છે અને પોતે અધ્યક્ષ બની ગયા છે.ચિરાગ પાસવાને કહ્યું હતું કે હું બિહારની જનતા માટે લડાઇ લડતો રહીસ કાકાએ મારી સાથે દગો કર્યો છે