ચિલીમાં તાબૂતમાં રાખેલી મહિલા અચાનક ઊભી થઈ

Files Photo
ચિલી: શું તમને જીવનમાં આ વાતની ચિંતા થયા છે કે, તમે જીવનમાં કેવા કર્મ કર્યા? અને તમારા મોત બાદ કેટલા લોકો તમારી અંતિમ યાત્રામાં સામેલ થશે? ક્યારે અંતિમ યાત્રામાં લોકોની ભીડ જાેઈ મર્હૂમની સ્થિતિનો અંદાજ કાઢવામાં આવ્યો હતો. આવામાં એક મહિલાએ કંઇક અલગ કરવાનું વિચાર્યું. તેણે પોતાની અંતિમ યાત્રા તૈયારી કરી હતી. હા, આ ચિલીનો કિસ્સો છે. અહીં માયરા અલોંઝો (૫૯) નામની મહિલાના મોતના સમાચાર તેના સગાસંબંધીઓને પહોંચ્યા. બધા એક પગ પર દોડી ગયા અને માયરાના ઘરે પહોંચ્યા. ત્યાં તે શબપેટીમાં સુતી હતી.
ડેઇલી મેઇલના સમાચાર મુજબ, લગભગ ૪ કલાક લોકોની ભીડ જામી હતી. જ્યારે માયરાને લાગ્યું કે લોકો તેની અપેક્ષા મુજબ છેલ્લી વાર તેને મળવા આવ્યા છે, ત્યારે તે અચાનક શબપેટીમાંથી ઉભી થઈ ગઈ. દરમ્યાનમાં તે ચાર કલાક સુધી મોતનું નાટક કરતી રહી. માયરાએ તેની પાછળની કહાની જણાવી તે આશ્ચર્યજનક છે. માયરાએ જણાવ્યું કે કોરોના મહામારીના
આ સમયગાળા દરમિયાન લોકોને ચાર ખભા પણ નસીબ થતાં નથી. આવી સ્થિતિમાં જાે તેણીનું મોત નીપજ્યું, તો તેમની છેલ્લી યાત્રામાં કોણ કોણ લોકો છે તેમને જાેવું હતું. આ સમગ્ર નાટકમાં માયરાએ એક લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. આ સમય દરમિયાન, પ્રોફેશનલ ફોટોગ્રાફરને પણ બોલાવવામાં આવ્યા હતા. અને તમામ મહેમાનોની તસવીરો પણ લેવામાં આવી હતી. આ પછી, માયરાએ તેના તમામ પરિચિતો સાથે ખુબ જ પાર્ટી કરી.