ચિલોડાનાં વાયુશક્તિ નગરને હરિયાળુ બનાવવા વૃક્ષારોપણ કાર્યક્રમ
અમદાવાદ, ચિલોડાનાં વાયુશક્તિ નગરને હરિયાળુ બનાવવા વૃક્ષારોપણ અભિયાનનાં ભાગરૂપે ભારતીય વાયુદળનાં ભૂતપૂર્વ કર્મચારીઓ દ્વારા સંચાલિત એઆઇએ કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ફાઉન્ડેશન અને બિનસરકારી સંસ્થા (એનજીઓ)એ રિસ્પોન્સિબલ સિટિઝન ફાઉન્ડેશન (એઆરસી)નાં સહયોગથી 2500થી વધારે છોડનું વાવેતર કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે એર માર્શલ એચ. એસ. અરોરા, એવીએસએમ, એડીસી, એર ઑફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડે પણ છોડવાનું વાવેતર કર્યું હતું તથા પરિસરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા ભારતીય વાયુદળની મદદથી એનજીઓએ કરેલાં પ્રયાસોની પ્રશંસા કરી હતી.
છેલ્લા એક વર્ષ દરમિયાન વાયુશક્તિ નગરમાં 11,000થી વધારે છોડનું વાવેતર થયું છે અને વર્ષ દરમિયાન બાકીનાં સ્થળોમાં 45,000થી વધારે છોડવાનું વાવેતર થયું છે. સાઉથ વેસ્ટર્ન કમાન્ડના મુખ્યાલય વાયુશક્તિ નગર પરિસરની અંદર હરિયાળું વાતાવરણ જાળવવા માટે રિસાયકલ કરેલા પાણીનો ઉપયોગ કરે છે. અહિં ભૂગર્ભ જળનું સ્તર વધારવા માટે વરસાદનાં પાણીનો સંચય કરવા માટે પણ ભાર મૂકવામાં આવ્યો છે.
એર માર્શલ એચ એસ અરોરાએ સ્વાકમાં તમામ સ્ટેશનોમાં વરસાદનાં પાણીનો સંચય કરવા, વૃક્ષારોપાણ અભિયાન હાથ ધરવા અને ગ્રીન પ્રોજેક્ટ હાથ ધરવાની ભલામણ કરી હતી.