ચીખલીગર ગેંગના બે ઝબ્બે: નવ ચોરીના ભેદ ઉકેલાયા
અમદાવાદ,
કેટલાક દિવસ અગાઉ કાગડાપીઠ પોલીસની હદમાં આવતા વિસ્તારમાં તાળા ચાવી બનાવવાના બહાને બે શખ્સો એક ઘરમાં ઘૂસ્યાહતા. જેમણે ચાવી બનાવતાં હોવાનો ડોળ કરીને મકાનમાલિકને રૂ અને ટેક લેવા મોકલીને તિજોરીમાંથી રોકડ તથા દાગીના કાઢીને ફરારથઈ ગયા હતા. આ અંગે પોલીસ ફરિયાદ થતાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેની તપાસમાં જોડાઈ હતી.
શહેરમાં ચોરીની અન્ય ઘટનાને અંજામ આપવાના હતા ત્યારે જ ઝડપાયા
ઘટના સ્થળની આસપાસના સીવીટીવી ફૂટેજ તપાસતાં આ ચોરીમાં કુખ્યાત ચિખલિગર ગેંગના બે ઇસમોની સંડોવણી બહાર આવી હતી અને પીઆઇ જે જી રોજીયાએ પોતાના બાતમીદારો સક્રિય કરતાં બંને શખ્સો ચોરી કરવાના ઇરાદાથી ફરતા હતા ત્યારે જ ઝડપીલેવાયા હતા. રઘુવીરસિંઘ તિલપિતિયા (રહે. ડુંગરપુર, રાજસ્થાન) અને બલવાનસિંઘ જોગેન્દ્રસિહ પટવા (રહે. દાહોદ) બંને પાસેથી ૧૦ હઝારથી વધુની રોકડ તથા તાળા રિપેર કરવાનો સામાન મળી આવ્યો હતો. બંનેની પૂછપરછ કરતાં નવગુનાના ભેદ ઉકેલાયા હતાં.જે કાગડાપીઠ, વાડજ, ગોધરા, કાલુપુર, ચાંદખેડા, દિલ્હી, હરિયાણા તથા રાજસ્થાનના પોલીસ સ્ટેશનોમાંનોધાયા છે.
મોડસ ઓપરેન્ડી
ચીખલીગર ગેંગના આ સભ્યોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તાળા રિપેર કરવાના બહાને ઘરમાં ઘૂસ્યા બાદ તે રૂ, તેલ, પાણી કે કપડુંલેવાના બહાને મકાનમાલિક ને મોકલી દીધા બાદ ગણતરીના સમયમાં જ ચોરીને અંજામ આપતાં. બાદમાં કાલે આવીને રિપેર કરી જશેત્યાં સુધી તિજોરી ખોલવાની ના પાડતાં.