ચીખલીમાં “સેવ વોટર પાણી બચાવો” અભિયાન નિમિત્તે નટરાજ ડાન્સ સ્ટુડીઓ આયોજીત નાના ભૂલકાઓની સ્કેટીંગ રેલી યોજાઈ
(તસ્વીરઃ- અશોક જોષી, વલસાડ)
(પ્રતિનિધિ) વલસાડ 03062019 : ચીખલી શહેરમાં રજી જુને બપોરે સેવ વોટર પાણી બચાવો અભિયાન અંતર્ગત નટરાજ ડાન્સ સ્ટુડિયોનાં કલાકારો, ચીખલીનાં અગ્રણી નાગરિકો અને ચીખલી પોલીસ સ્ટેશનના સહિયારા પ્રયાસોથી ચીખલી પોલીસ સ્ટેશનથી સ્કેટીંગ રેલીનું પ્રસ્થાન કરી સમગ્ર શહેરની પ્રદિક્ષણા કરી નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ડાન્સ હરિફાઈ અને વિવિધ સ્પર્ધાઓ આયોજીત થઈ હતી. સ્કેટીંગ રેલીને કામદાર નેતા આર.સી. પટેલ, પી.આઈ. ડી.કે. પટેલ, જીતેન પટેલ, ગીતાબેન દેસાઈ અને મહાનુભાવો ધ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે કામદાર નેતા આર.સી. પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ અમીતાબેન પટેલ, ગીતાબેન દેસાઈ, દિપ્તીબેન શાહ, સરસ્વતિબેન સોલંકી, કિશોર પટેલ, પરિમલ દેસાઈ વિગેરે ઉપસ્થિત રહયા હતા. અમીતાબેન પટેલે નટરાજ ડાન્સ સ્ટુડીયોનાં આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. કામદાર નેતા આર.સી. પટેલે જણાવ્યું કે કલાકાર જન્મે છે એ કદી બનતો નથી કે બનાવાતો નથી. નટરાજ ડાન્સ સ્ટુડીઓનાં સ્થાપક જીતેન પટેલે ચીખલીનાં કલા જગતને ઉજાગર કર્યું છે અને હજારો યુવા યુવતીઓને કલાક્ષેત્રે જીવનમાં કારકીર્દી બનાવવા એક મહત્વનું પ્લેટફોર્મ પુરુ પાડયુ છે જેને ખુબ ખુબ અભિનંદન, કલાકારોને પ્રશસ્તિ સર્ટીફીકેટો આગેવાનો ધ્વારા એનાયત કરવામાં આવ્યા.*