ચીનના બંદરો પર ભારતનો ૨૦ લાખ ટન કોલસો છે

નવી દિલ્હી, વીજ સંકટ સામે ઝઝૂમી રહેલુ ચીન ભારત માટે પણ વીજ સંકટ ઉભુ કરી શકે છે. ભારતમાં વીજળી પેદા કરતા થર્મલ પ્લાનટ્સને કોલસાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે ઘણા પાવર પ્લાન્ટમાં ઉત્પાદન ઠપ થઈ શકે છે.
ભારત ઓસ્ટ્રેલિયાથી કોલસો આયાત કરે છે અને ચીનના બંદરો પર ભારતનો ૨૦ લાખ ટન ઓસ્ટ્રેલિયન કોલસો મહિનાથી પડી રહ્યો છે. જે લોકોએ આ કોલસો ઓસ્ટ્રેલિયા પાસેથી ખરીદયો છે તેમણે આ પ્રકારની જાણકારી આપી છે.
ભારત ઓસ્ટ્રેલિયા પાસેથી ૧૨ થી ૧૫ ડોલર પ્રતિ ટનના હિસાબે કોલસો ખરીદી રહ્યુ છે. જે દુનિયામાં બહેતરીન ક્વોલિટીનો સૌથી સસ્તો કોલસો છે.
ભારતમાં સીમેન્ટ બનાવવાના અને આયરન સ્પોંજ પ્લાન્ટ ચલાવવા માટે આ કોલસાનો ઉપયોગ થાય છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા સાથેના ચીનના સબંધોમાં ખટાશ છે તો ભારતના પણ સબંધો ચીન સાથે હાલમાં બહુ સારા નથી ત્યારે ચીન દ્વારા પોતાના બંદરો પર પડેલો ભારતનો કોલસો જાે રિલિઝ ના કરાય તો ભારતને પણ કોલસાની અછતનો સામનો કરવો પડી શકે છે.SSS