ચીનના મોટા તજજ્ઞની આગાહીઃ દુનિયાના ચાર અબજ લોકો કોરોનાથી સંક્રમિત થશે
બેજિંગ, કોરોના વાયરસને દુનિયામાં ફેલાવનાર ચીનના એક ટોચના તજજ્ઞે આગાહી કરી છે કે, જો આ વાયરસ ફેલાતો નહીં અટકે તો દુનિયાની કુલ વસતીના 60 થી 70 ટકા લોકો એટલે કે લગભગ 4 અબજ લોકો તેનાથી સંક્રમિત થઈ શકે છે. શ્વાસને લગતી બીમારીઓના નિષ્ણાત જોંગ નાનશાને કહ્યુ હતુ કે, દુનિયામાં બહુ મોટા પાયે કોરોનાની રસી લોકોને લગાવવાની જરુર છે.શુક્રવારે એક ઓનલાઈન કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે કહ્યુ હતુ કે, કોરોના વાયરસ આગામી વર્ષે પણ વસંત ઋતુ સુધી યથાવત રહી શકે છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
તેમણે કહ્યુ હતુ કે, આખી દુનિયામાં લોકોને કોરોનાની રસી પહોંચાડવામાં એક થી બે વર્ષ લાગી જશે અને તેમાં વૈશ્વિક સહોયગની જરુર પડશે. ચીનના આ નિષ્ણાતની આગાહી એવા સમયે થઈ છે જ્યારે દુનિયામાં કોરોના વાયરસના કારણે 3 કરોડ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે અને 9.50 લાખ લોકો મોતને ભેટી ચુક્યા છે.