ચીનના યુવાનો મૃત્યુના ડરે વસિયત બનાવડાવી રહ્યા છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Chinese-scaled.jpg)
નવી દિલ્હી: ગત ૨૦૨૦ના વર્ષથી જ ચીનના વુહાન શહેરમાંથી સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફેલાવાની શરૂઆત થઈ હતી. વિશ્વમાં કોરોનાના પ્રસારે ફરી એક વખત ઝડપ વધારી છે. જે ચીનમાંથી આ સંક્રમણની શરૂઆત થઈ હતી ત્યાંના યુવાનો આ મહામારીથી એટલી હદે ડરી ગયા છે કે, મૃત્યુના ડરથી તેઓ અત્યારથી જ પોતાની વસીયત બનાવડાવવા લાગ્યા છે.
ચાઈના રજિસ્ટ્રેશન સેન્ટરના અહેવાલ પ્રમાણે કોરોનાથી મૃત્યુ થશે તેવા ડરના કારણે મોટા ભાગના ચીની યુવાનો પોતાની વસીયત બનાવડાવી રહ્યા છે. મોટા ભાગના ચીની નાગરિકો પહેલા કરતા ઘણી વધુ તત્પરતાથી પોતાની વસીયત બનાવડાવી રહ્યા છે.
અહેવાલ પ્રમાણે ૧૯૯૦ બાદ પેદા થયેલા યુવાનોમાં ૨૦૧૯-૨૦૨૦ની તુલનાએ વસીયત બનાવડાવવાના પ્રમાણમાં ૬૦ ટકાનો વધારો થયો છે. પાછલા ઓગષ્ટ મહિનાથી લઈને અત્યાર સુધીમાં પરામર્શ કેન્દ્રોમાં વસીયત અંગેના કોલમાં ૩ ગણો વધારો થયો છે. ચીની લોકો પોતાના ઘર અને સંપત્તિની વ્યવસ્થા માટે આવી સલાહ લઈ રહ્યા છે.
માત્ર ૧૮ વર્ષનો શિયાઓહોંગ નામના યુવાને પોતાની ૨૦,૦૦૦ યુઆનની સંપત્તિની વસીયત તૈયાર કરાવવા માટે શાંઘાઈના એક સેન્ટરની મુલાકાત લીધી હતી. તેણે પોતાની બચત પોતાના એક મિત્રને આપવાનો ર્નિણય લીધો છે જેણે મુશ્કેલીના સમયે તેની મદદ કરી હતી.