ચીનના રક્ષામંત્રીએ રાજનાથસિંહને મળવાની ઇચ્છા વ્યકત કરી
નવીદિલ્હી, જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં પેગેંગ ત્સો લેકની પાસે થયેલી ભારત અને ચીનની સેનાની અથડામણથી બંન્ને દેશોની વચ્ચે તનાવ ફરી ચરમ સીમાએ પહોંચી ગયો છે બંન્ને દેશોની વચ્ચે એકવાર ફરી તનાવને કારણે બગડતા સંબંધોને કારણે ચીનના રક્ષા મંત્રી તથાફેંગે ભારતના રક્ષા મંત્રી રાજનાથસિંહને મળવાની ઇચ્છા વ્યકત કરી છે એ યાદ રહે કે રક્ષા મંત્રી રાજનાથસિંહ મોસ્કોમાં ચાલી રહેલી શાંધાઇ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લઇ રહ્યાં છે અને ફેંગે પણ અહીં હાજર છે આ પહેલા ગુરૂવારે રાજનાથસિંહે રશિયાના રક્ષા મંત્રી જનરલ સર્ગેઇ શોઇગુની સાથે મુલાકાત કરી હતી.
પૂર્વ લદ્દાખમાં એકચ્યુલ લાઇન ઓફ કંટ્રોલ પર કેટલાય મહિનાઓથી તનાવની સ્થિતિ છે બંન્ને દેશની સેનાઓ આમને સામને આવી ગઇ છે બંન્ને દેશ સીમા વિવાદમાં પીછે હટ કરવા તૈયાર નથી બંન્ને દેશ વાતચીતના માધ્યમથી આ વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે અને સીમા વિવાદને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યાં છે અનેકવાર સેન્ય કમાન્ડર સ્તરની વાતચીત થઇ ચુકી છે.
મોસ્કોમાં ચાલી રહેલા એસસીઓની બેઠકમાં રાજનાથસિંહ પહેલા જ પહોંચી ચુકયા છે જયારે ૧૦ સપ્ટેમ્બરે વિદેશ મંત્રી એસ જયશંકર પણ મોસ્કો પહોંચષે એ યાદ રહે કે ચીનના રક્ષા મંત્રી ફેંગ ચીનના સેન્ટ્રલ મિલિટરી કમીષશનના એક ચાર સભ્યોમાં સમાવિષ્ટ છે જેમની સરકારમાં મહત્વની ભૂમિકા માનવામાં આવે છે.ચીનના સેન્ટ્રલ મિલિટરી કમિશનની અધ્યક્ષતા રાષ્ટ્રપતિ શો જિંનપિંગ કરે છે.
ભારત અને ચીન વચ્ચે ૨૯-૩૦ ઓગષ્ટની રાતે ચીની સૈનિકોએ પેગોંગ લેક વિસ્તારમાં ધૂષણખોરીનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ભારતના જવાબોએ તેમને ખદેડી દીધા હતાં સેના સાથે જાેડાયેલા સુત્રોના જણાવ્યા અનુસાર કાલી હિલ પર ભારતીય સૈન્યએ કબજાે કરી લીધો હતો હવે અહીં બંન્ને સેના ગોળીબાર રેન્જમાં સામસામે છે.HS