ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના સ્વાગત માટે નરેન્દ્ર મોદી તમિળ પહેરવેશમાં પહોંચ્યા
બંનેએ મહાબલીપુરમના ઐતિહાસિક સ્થળોના દર્શન કર્યા |
મહાબલીપુર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બીજી અનઔપચારિક બેઠક માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે બપોરે ૨ વાગે ચેન્નાઈ પહોંચી ગયા હતાં.અહીં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જિનપિંગ સાંજે ૫ વાગે મહાબલીપુરમ પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીએ તેમનું તમિલ વેશભૂષામાં સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ જે ડ્રેસ પહેર્યો હતો તેને ‘વેશ્ટી’ કહેવામાં આવે છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ખુબ જ સાદા વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. ચીની રાષ્ટ્રપતિની આ ૪૮ કલાકની મુલાકાત છે. જોકે આ ઈન્ફોર્મલ સમિટ હોવાથી આ મુલાકાત દરમિયાન કોઈ કરાર કરવામાં આવશે નહીં અને કોઈ જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ આપવામાં આવશે નહીં.
વડાપ્રધાન મોદીએ આ મુલાકાત વિશે કહ્યું છે કે, આગામી સમયમાં ભારત અને ચીનના સંબંધો મજબૂત થશે. તમિલનાડુના મહાબલીપુરમમાં બંને નેતાઓની મુલાકાત થશે. તે સાથે જ ચેન્નાઈના ઐતિહાસીક મહાબલીપુરમમાં તેઓ ઘણાં સાસ્કૃતિક કાર્યક્રમોમાં પણ સામેલ થશે. શી જિનપિંગ ભારત પહોંચે તે પહેલાં વડાપ્રધાન મોદી ચેન્નાઈ પહોંચી ગયા હતાં. નરેન્દ્ર મોદીએ ત્રણ ભાષામાં ટિ્વટ કર્યું છે. પીએમએ ચીની, તમિલ અને અંગ્રેજીમાં ટિ્વટ કરીને અહીં પહોંચ્યાની ખુશી વ્યક્ત કરી છે. તે સાથે જ તેમણે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું સ્વાગત પણ કર્યું છે.
પંચ રથ અને અર્જુન તપસ્યા સ્થળ જોયા બાદ વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ ૭૦૦-૭૨૮ ઇ.સ દરમિયાન સમુદ્ર નજીક નિર્મિત શોર મંદિર પહોંચ્યા હતાં. આ મહાબલીપુરમનું મહત્વનું તીર્થ સ્થળ છે. મંદિરમાં ત્રણ સ્થળ છે જેનાં બે ભાગ ભગવાન શિવ અને એક ભાગ ભગવાન વિષ્ણુને સમર્પિત છે.
મહાબલીપુરમમાં વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિને કૃષ્ણને માખણનો લાડુ દેખાડ્યો હતો. સાથે જ પંચ રથ, અર્જુન તપસ્યા સ્થળ અને શોર મંદિર ફેરવ્યા હતા.અને વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ નારિયેળનું પાણી પીધુ હતું મહાબલીપુરમમાં વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને પંચ રથ, અર્જુન તપસ્યા સ્થળ અને શોર મંદિર ખાતે ફેરવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને આ સ્થળોના મહત્વ અંગે પણ જણાવ્યું. પાંચ રથને નક્કર શીલાઓ કાપીને બનાવવામાં આવ્યું છે. અહીં તમામ અખંડ મંદિર તરીકે મુક્ત રીતે ઉભા કરવામાં આવ્યા છે. જો કે પાંચ પાંડવ ભાઇઓ યુધિષ્ઠીર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ અને દ્રોપદી ઉપરાંત ભારતીય મહાકાવ્ય મહાભારત સાથે કોઇ ઐતિહાસિક સંબંધ નથી. પંચરથની વચ્ચે એક વિશાળ હાથી અને સિંહની પ્રતિમાઓ પણ સ્થાપિત છે.
અર્જુન તપસ્યા સ્થળ મહાબલિપુરમનાં શાનદાર સ્મારકોમાંથી એક છે. અહીં અર્જુને તપસ્યાની હતી. વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિને તે સ્થળથી માહિતગાર કરાવ્યા. અહીં અર્જુને તપસ્યા કરી હતી. અહીં એક મોટા શિલાખંડ પર હિંદુ દેવતાઓ ઉપરાંત શિકારીઓ ઋષીઓ, જાનવરો અને અન્યનાં ચિત્રો બનાવવામાં આવ્યા છે. ઐતિહાસિક શહેર મહાબલીપુરમમાં પીએમ નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિંનપિંગની અનૌપચારિક મુલાકાત થઈ. બંને દેશો વચ્ચે સંબંધો સારા કરવાનાં ઉદ્દેશ સાથે ચીની રાષ્ટ્રપતિનો આ પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ છે.
પીએમ મોદી અને શીની વચ્ચે લાગે છે કે આ પથ્થરને લઇને વાતચીત થઈ. પીએમ મોદી હાથનાં ઇશારાથી વિશાળ પથ્થર વિશે કંઇક જણાવતા જોવા મળ્યા. ત્યારબાદ શીએ કંઇક જવાબ આપ્યો. કેમેરા સામે બંને નેતાઓએ હાથ ઉપર કરીને અભિવાદન પણ કર્યુ.સાથે સાથે પીએમ મોદી અને જિનપિંગે પંચ રથનું ભ્રમણ કર્યું. મહાભારતનાં પાત્રોનાં નામનાં આધારે પંચ રથ બનાવવામાં આવ્યો છે.
આ દરમિયાન બંને નેતાઓએ કેમેરા સામે પોઝ આપ્યા. ચીનના રાષ્ટ્રપતિ અને મોદીએ એક સાથે ડીનર પણ લીધુ હતું તમિલનાડુમાં બંગાળની ખાડીના કાંઠે આવેલા મહાબલીપુરમ શહેર ચેન્નાઈથી અંદાજે ૬૦ કિમી દૂર છે. પુરાતત્વવિદ એસ રાજાવેલુના જણાવ્યા પ્રમાણે, તેની સ્થાપના ધાર્મિક ઉદ્દેશોથી ૭મી સદીમાં પલ્લવ વંશના રાજા નરસિંહ વર્મને કરાવી હતી. નરસિંહે મામલ્લની ઉપાધિ ઘારણ કરી હતી, એટલા માટે જ તેને મામલ્લપુરમના નામે પણ ઓળખવામાં આવે છે. આ શોધ દરમિયાન ચીન, ફારસ અને રોમના પ્રાચીન સિક્કા મોચી સંખ્યામાં મળી આવ્યા છે. પ્રાચીન બંદર મહાબલીપુરમનો લગભગ ૨૦૦૦ વર્ષ પહેલા ચીન સાથે ખાસ સંબંધ હતો.