Western Times News

Gujarati News

ચીનના રોકેટનો એક ટૂકડો ચંદ્ર સાથે ટકરાશે

નવી દિલ્હી, અંતરિક્ષમાં ઉપગ્રહોના કાટમાળનો મુદ્દો વધારે ને વધારે ગંભીર બની રહ્યો છે. આજે ચીનના રોકેટનો એક ટુકડો ચંદ્રની સપાટી સાથે ટકરાવા જઈ રહ્યો છે.જેની ઝડપ પ્રતિ કલાક ૯૦૦૦ કિમીન છે.આ ટક્કરના પગલે એક ભીષણ ખાડો પડવાનો છે.જેની સાઈઝ એટલી હશે કે તેમાં ટ્રેક્ટર કે ટ્રેલર જેવા વાહનો પણ સમાઈ જશે.

આ પહેલા દાવો કરાયો હતો કે, રોકેટ અમેરિકન ઉદ્યોગપતિ એલન મસ્કની કપનીનુ છે. આ રોકેટ આજે સાંજે ચંદ્રની સપાટી સાથે ટકરાશે.ભારતનુ ચંદ્રયાન બે આ ઘટનાને રેકોર્ડ કરે તેવી શક્યતા છે.

ચંદ્રની સપાટી સાથે જે ટુકડો ટકરાવાનો છે તે રોકેટના બૂસ્ટરનો હિસ્સો છે.આ રોકેટને ચીનની અવકાશી એજન્સીએ ૨૦૧૪માં લોન્ચ કર્યુ હતુ.રોકેટનુ નામ ચાંગ ઈ હતુ.જાેકે રોકેટ ચંદ્રના જે હિસ્સા સાથે ટકરાવાનુ છે ત્યાંની તસવીરો સેટેલાઈટની મદદથી જ લઈ શકાય તેમ છે.આમ રોકેટના ટકરાવાથી શું અસર થઈ છે તેની ચકાસણી કરવામાં સમય લાગશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.