ચીનના વુહાન શહેરમાં WHOની તપાસ પુરી,આગામી અઠવાડીયે રિપોર્ટ જારી થશે

જીનીવા: સમગ્ર વિશ્વને તહસ નહસ કરનારા કોરોના વાયરસના સ્ત્રોતોની બાબતમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ની તપાસ લગભગ પુરી થઇ ચુકી છે ડબ્લ્યુએચઓના પ્રવકતા ક્રિશ્ચિયન લિંડમિયરે કહ્યું કે તપાસ રિપોર્ટ આગામી અઠવાડીયે આવી જશે વિશ્વભરમાં કોરોના મહામારી ફેલાયા બાદ એ માહિતી લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે કોરોનાનો સ્ત્રોત શું રહ્યો અને તે કેવી રીતે ફેલાવવાની શરૂઆત થઇ
તેના માટે ડબ્લ્યુએચઓએ વિશ્વના વરિષ્ઠ નેતાઓની એક ટીમને તમામ વિરોધ બાદ ચીનના વુહાન શહેર મોકલ્યા હતાં અહીં ટીમે વુહાન લૈબની સાથે જ એનીમલ માર્કેટમાં પણ તપાસ કરી અને તમામ નમુના એકત્રિત કર્યા ચીને આ દરમિયાન કેટલાક આંકડા આપવાની આનાકાની કરી હતી આમ છતાં તપાસ ટીમે તમામ મહત્વપૂર્ણ તથ્ય એકત્રિત કર્યા હતાં ટીમે એ પણ દાવો કર્યો છે કે તેમના દ્વારા હાંસલ કરવામાં આવેલા આંકડા કોરોના વાયરસની બાબતમાં પુરી માહિતી આપવા માટે યોગ્ય છે હવે તાકિદે એ સામે આવશે કે કોરોનાનો સ્ત્રોત શું હતું
માનવામાં આવી રહ્યું છે કે ચીનના હુઆનાન સીફૂડ માર્કેટ જ એ જગ્યા છે જયાં પહેલીવાર કોઇ મનુષ્યને કોરોના સંક્રમણ થયું હશે આ બજારમાં પહેલીવાર કોરોના વાયરસ પ્રગટ થયો હતો જયાં સીફૂડની સાથે સાથે ઘરેલુ વન્યજીવોનું માંસ પણ વેચાઇ જાય છે જેને કોરોના વાયરસ માટે અતિ સંવેદનશીલ માનવામાં આવે છે ગત દિવસોમાં ડબ્લ્યુએચઓના મિશનની સમાપ્તિ દરમિયાન પ્રેસને સંબોધિત કરતા ટીમના એક સભ્યે કહ્યું હતું કે તેમાંથી કેટલાક જાનવર તે જગ્યા પર પણ જાેવા મળ્યા છે જે વિસ્તારમાં ચામગાંદડોનું આશ્રય માનવામાં આવે છે આ નિષ્કર્ષ સીફૂડ માર્કેટની ભૂમિકા પર ફરીથી પ્રકાશ નાખવામાં આવે છે.
સંયુકત તપાસ સમિતિએ એ સંભાવનાનો ઇન્કાર કર્યો નથી કે કોરોના વાયરસ ફોજેન ફૂડથી મનુષ્યોમાં ફેલાયો હશે જાે કે નિષ્ણાંતો તેની આશંકાનો ઇન્કાર કરતા નથી આ આશંકને ચીની અધિકારીઓએ ખુબ પ્રચારિત કર્યું હતું જેમણે બહારથી આવેલ ફોજેન ફૂડની પેકેજિંગ પર કોરોના વાયરસ જાણાયો હતો અને કહ્યું કે આ વાયરસ બહારથી ચીનમાં આવ્યો છે.