ચીનના શિનઝિયાન્ગ પ્રાંતનાં ઘુલ્જા શહેરમાં લોકડાઉન
બીજીંગ, ચીનનાં શિનઝિયાન્ગ પ્રાંતનાં ઘુલ્જા શહેરમાં કોરોનાનાં કેસમાં તીવ્ર વધારો થતા સત્તાવાળાઓ દ્વારા લોકડાઉન લાગુ કરાયું છે. ઉઈઘુર મુસ્લિમોની વસ્તી ધરાવતા આ શહેરમાં બ્રેડ અને બટર તેમજ અન્ય આવશ્યક ચીજાેની તીવ્ર અછત સર્જાઈ છે.
આ વિસ્તારમાં વસતા લોકોએ તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાની વ્યાપક ફરિયાદો સોશિયલ મીડિયા પર કરી છે. ઘુલ્જાનાં રહીશોએ ફરિયાદ કરી હતી કે તેમનાં ઘરોને બહારથી તાળાં મારી દેવામાં આવ્યાં છે.
એક અઠવાડિયા માટે તેમને ઘરની અંદર જે કેદ કરવામાં આવ્યા છે. અચાનક લોકડાઉન લાદવાથી લોકો જીવનજરૃરી ચીજાે ખરીદી શક્યા નથી. રોજબરોજની આવક પર જીવન ગુજારતા આ લોકોને ૩ ઓક્ટોબરથી ઘરમાં કેદ કરાયા છે.
રશિયામાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક ૯૮૬ લોકોનાં મોત થયા હતા. મહામારી શરૃ થયા પછી રોજિંદા મોતનો આ સૌથી મોટો આંકડો છે. આ અગાઉ મંગળવારે ત્યાં ૯૭૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં કોરોના વકરવા છતાં અને મૃત્યુનો આંકડો વધવા છતાં સત્તાવાળાઓ ત્યાં લોકડાઉન લાદવા સતત ઈનકાર કરી રહ્યા છે.ન્યૂઝીલેન્ડમાં કોરોનાએ માથું ઊંચક્યું છે.
ઓકલેન્ડમાં કોરોનાનાં કેસમાં ૬ અઠવાડીયામાં સૌથી મોટો વધારો થયો છે. આને કારણે આવતા અઠવાડીયા પછી પણ લોકડાઉન લંબાવવામાં આવે તેવી શક્યતા છે. ઓકલેન્ડમાં ૧૭ લાખ લોકોને સોમવાર સુધી ફરજિયાત ઘરમાં પુરાઈ રહેવું પડશે. ડેલ્ટા વેરિઅન્ટનાં ત્યાં નવા ૭૧ કેસ નોંધાયા છે.HS