ચીનના 13 વર્ષના છોકરાએ વોટ્સએપ, FB અને ઈન્સ્ટાગ્રામ હેક કર્યાનું ખુલાસો

બીજિંગ, સોમવારે વિશ્વમાં ઘણા કલાકો સુધી ફેસબુકની તમામ સર્વિસ ડાઉન રહી. ફેસબુકની સર્વિસ સિવાય ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, અમેરિકાની ટેલિકોમ કંપનીઓ, જેવી કે Verizon, At&t અને T Mobileની સર્વિસ કલાકો સુધી બંધ રહી. ફેસબુકના ડાઉન થવાને કારણે કો-ફાઉન્ડર અને CEO માર્ક ઝકરબર્ગને વ્યક્તિગતરૂપથી પણ ભારે નુકસાન થયું છે.
તેમની નેટવર્થમાં થોડા કલાકોમાં લગભગ 7 અબજ ડોલર(52,212 કરોડ રૂપિયા)નો ઘટાડો નોંધાયો અને તેઓ અબજપતિઓના લિસ્ટમાં એક ક્રમ નીચે આવી ગયા.
આમાં ચોકાવનાર ખુલાસો એ થયો છે કે ચીનના 13 વર્ષના હેકરે વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને હેક કર્યું હતું. આ હેકરનું નામ સન જીસુ છે. રોઈટર્સના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના જણાવ્યા મુજબ, એને કારણે તેમની નેટવર્થ ઘટીને 122 અબજ ડોલર રહી ગઈ અને બિલ ગેટ્સ નીચે 5મા ક્રમે આવી ગયા. પહેલાં તેઓ આ લિસ્ટમાં ચોથા ક્રમે હતા. આ વર્ષે 13 સપ્ટેમ્બરથી અત્યારસુધીમાં તેમની નેટવર્થમાં 19 અબજ ડોલરનો ઘટાડો આવ્યો છે.