ચીનની અવળચંડાઈ પૂર્વી લદ્દાખમાં ગેરકાયદે બાંધકામો શરૂ કર્યાં
નવી દિલ્હી, લદ્દાખ સરહદે ચીન તરફથી સતત અવળચંડાઈ યથાવત જાેવા મળી રહી છે. તાજેતરમાં ભારતની સરહદમાં ઘુસી આવેલા ચીની સૈનિકને છોડાવવા માટે ચીનના સત્તાવાળાઓ ધમપછાડા કરી રહયા છે ત્યારે ઈસ્ટર્ન લદ્દાખમાં ચીની સેનાએ ભારતીય ગામડાઓને અડીને ગેરકાયદે બાંધકામ શરૂ કર્યુ છે ભારતના ગામડાઓમાંથી જાેઈ શકાય છે કે ચીને ટેંટ લગાવવાની સાથે બંકરો બનાવવાની શરૂઆત કરી દીધી છે.
લદ્દાખ સહિતની ચીનને લગતી એલ.એ.સી (લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ) પર ભારતીય સેના મુસ્તેદ છે ચીનના કોઈપણ અટકચાળાને ભરી પીવા સેના તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રફાલ- સુખોઈ સહિતના વિમાનોની સાથે હલિકોપ્ટરો મારફતે એરસર્વેલન્સ થઈ રહયુ છે.
બીજી તરફ ભારતની અત્યંત આધુનિક ટેંકો- મિસાઈલો ગોઠવાઈ ગઈ છે. ટૂંકમાં ચીન તરફથી અટકચાળુ થશે તો ભારતીય સેના જવાબ આપવા સજ્જ છે જાેકે ચીન તરફથી થઈ રહેલા નિર્માણને તેની કોઈ લાંબાગાળાની યોજના હોય તેમ નિષ્ણાંતોનું માનવું છે. ચીને લદ્દાખમાં તેની સરહદમાં તાજેતરમાં જ જબરજસ્ત યુધ્ધ અભ્યાસ કર્યો હતો. તો સાઉથ-સીમા અમેરિકા, ઓસ્ટ્રેલિયા, તાઈવાન સહિતના દેશોએ પોતાના યુધ્ધ જહાજાે પહેલેથી જ ગોઠવી દીધા છે ચીન વિસ્તારવાદી નીતિ ધરાવે છે અને તેની નજર લદ્દાખ- અરૂણાચલ પ્રદેશ પર પહેલેથી જ છે. ચીન દસ ડગલા ઘૂસણખોરી કરે છે પછી બે ડગલા પાછા હટીને પોતે હટી ગયુ હોવાનો ડોળ કરતુ આવ્યુ છે પરંતુ ભારત સરકાર આ વખતે ચીનની આ પધ્ધતિથી પૂરેપૂરી વાકેફ થઈ ગઈ છે અને તેથી સરહદે (એલ.એ.સી) સજ્જતતા જાળવી રાખી છે. ચીનની કોઈપણ વ્યુહરચનામાં ભારત સપડાય તેમ નથી ચીન તરફથી ભારતને ભૌગોલિક દ્રષ્ટિથી ઘેરવાની પધ્ધતિ સામે ભારતે પણ ચીનના દુશ્મન દેશો સાથે મિત્રતા કેળવીને તેને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. ભારતે ચીન સામે જેવા સાથે તેવાની નીતિ અખત્યાર કરી છે.