ચીનની આર્થિક રાજધાની ગણાતા શાંઘાઈમાં લોકડાઉનની જાહેરાત
બેઈજિંગ, દુનિયાને કોરોના વાયરસ મહામારીમાં ધકેલનારું ચીન પોતે જ ફરી એકવાર વાયરસની ઝપેટમાં આવી ગયું છે. કોરોનાા ઓમિક્રોન વેરિએન્ટના વધતા કેસે સરકારની ચિંતા વધારી છે. ચીનની આર્થિક રાજધાની ગણાતા શાંઘાઈમાં સતત નવા કેસ સામે આવી રહ્યા છે.
જેને પહોંચી વળવા માટે પ્રશાસને તબક્કાવાર લોકડાઉનની જાહેરાત કરી છે. સ્થાનિક પ્રશાસને કહ્યું કે સૌથી વધુ વસ્તીવાળું શાંઘાઈ શહેર સોમવારથી શુક્રવાર સુધી પોતાના પૂર્વ ભાગને બંધ કરશે, ત્યારબાદ ૧ એપ્રિલથી તેના પશ્ચિમી ભાગમાં આ પ્રકારે લોકડાઉન શરૂ થશે.
અત્રે જણાવવાનું કે શાંઘાઈ ૨૫ મિલિયનની વસ્તીવાળું શહેર છે. જે હાલમાં સંક્રમણનું હોટસ્પોટ બની ગયું છે. માર્ચની શરૂઆતમાં અહીં કોવિડ કેસ વધવા લાગ્યા હતા.
ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે રવિવારે ૪૫૦૦થી વધુ નવા કેસની જાણકારી આપી જે ગઈ કાલ કરતા ૧૦૦૦ ઓછા હતા. પરંતુ આ આંકડો હજુ પણ ઘણો વધારે છે. આથી સરકારના હાથ પગ ફૂલી ગયા છે. નોંધનીય છે કે કોરોના સંક્રમણ પહેલીવાર ૨૦૧૯ના અંતમાં વુહાન શહેરથી જ ફેલાયું હતું. ત્યારબાદ તેણે પૂરપાટ ઝડપે સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લઈ લીધી હતી.
બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવાયું છે કે શાંઘાઈ પ્રશાસન પહેલા હુઆંગપુ નદીના પૂર્વના વિસ્તારોને બંધ કરી દેશે જેમાં તેના નાણાકીય જિલ્લા અને ઔદ્યોગિક પાર્ક સામેલ છે. અધિકારીઓએ કહ્યું કે આ દરમિયાન લોકોને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી નહીં રહે.
જાહેર ટ્રાન્સપોર્ટને બંધ રાખવામાં આવશે. આ અગાઉ અધિકારીઓએ લોકડાઉનની પહેલા ના પાડી હતી. એવી આશંકા હતી કે આ ર્નિણય વૈશ્વિક અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી શકે છે. કારણ કે શાંઘાઈ વૈશ્વિક શિપિંગ હબ તરીકે જાણીતુ છે. જાે કે કેટલાક પ્રતિબંધો ચોક્કસપણે લગાવવામાં આવ્યા હતા. પરંતુ હવે સ્થિતિ સતત બગડી રહી છે ત્યારે પ્રશાસને લોકડાઉન લગાવવા માટે મજબૂર થવું પડ્યું છે.SSS