ચીનની દિવાલની નીચે ભૂમિગત હાઈસ્પિડ સ્ટેશન
બીજિંગ, ૨૦૨૨ની બીજિંગ વિન્ટર ઓલિમ્પિક્સ ઝડપથી નજીક આવી રહી છે ત્યારે, વિશ્વની પ્રથમ સ્વ-ડ્રાઇવિંગ હાઇ-સ્પીડ ટ્રેન પહેલેથી જ કાર્યમાં છે, જે બે મુખ્ય શહેરો ઐતિહાસિક બીજિંગ-ઝાંગજિયાકોઉ ઇન્ટરસિટી રેલ્વે વચ્ચે રમતવીરો અને અધિકારીઓનું પરિવહન કરી રહી છે. ૨૦૧૯માં બનીને તૈયાર થયેલુ આ સ્ટેશન સદીઓ જૂની દિવાલના સૌથી લોકપ્રિય ખંડ, બેડલિંગના પ્રવેશ દ્વારથી કેટલુક દૂર છે.
પ્રતિષ્ઠિત સ્મારકને સંરચનાત્મક ક્ષતિથી બચવા માટે રેલવે લાઈન અને તેનાથી જાેડાયેલા સ્ટેશનને ઊંડુ ભૂમિગત બનાવ્યુ હતુ.
જમીનથી ૧૦૨ મીટર નીચે ઊંડુ અને ૩૬૦૦૦ વર્ગ મીટર કરતા વધારેના ક્ષેત્રને કવર કરતા, ત્રણ માળની સંરચનાને દુનિયાનુ સૌથી ઊંડુ અને સૌથી મોટુ ભૂમિગત હાઈ-સ્પીડ રેલવે સ્ટેશન કહેવામાં આવે છે.
યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળ હેઠળ આ રીતના એક જટિલ સ્ટેશનનુ નિર્માણ કરવુ, જેમાં ૧૨ કિલોમીટર લાંબી સુરંગ પ્રણાલી સામેલ છે. કોઈ સરળ સિદ્ધિ નથી.
ચીનના સરકારી મીડિયા અનુસાર વિસ્ફોટકોને મિલી સેકન્ડ સુધી કરવા માટે એન્જિનિયરોએ ઈલેક્ટ્રોનિક ડેટોનેટરનો ઉપયોગ કર્યો. આ પહેલીવાર હતુ જ્યારે ચીનમાં પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને શ્રમિકોને પ્રતિ સેકન્ડ ૦.૨ સેન્ટિમીટરથી નીચેની કંપન વેગ બનાવવાની અનુમતી આપવામાં આવી હતી.SSS