ચીનની લોકપ્રિય એપ બાઈડુ અને વાઈબો એપ પર ભારતમાં પ્રતિબંધ
નવી દિલ્હી, હવે ભારતે ચીનમાં લોકપ્રિય એવી બે એપ બાઈડુ અને વાઈબોને ભારતમાં બ્લોક કરી દીધી છે. બાયડુ ચીનનું પોતાનું સર્ચ એન્જિન છે. જે ગૂગલની જેમ કામ કરે છે. જ્યારે વાઈબોને ચીનનું ટિ્વટર તરીકે ઓળખવામાં આવે છે. સરકારની જાહેરાત બાદ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ભારતમાં આ બે એપ હટાવી દેવામાં આવશે. ચીનની સીના કોર્પાેરેશને ૨૦૦૯ની સાલમાં વાઈબોને લોન્ચ કરી હતી. તેના ૫૦ કરોડ યુઝર્સ છે. જે પૈકીના એક પીએમ મોદી પણ છે. તેમણે ૨૦૧૫માં ચીનના પ્રવાસ પહેલા આ એપ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું. જ્યારે બાઈડૂની વાત કરવામાં આવે તો તે ભારતમાં પોતાની પકડ મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું હતું. તેના ડ્રેસઈમોજી કિ બોર્ડ ભારતમાં લોકપ્રિય છે. સૂત્રોનું કહેવું છે કે, સરકારે આ એપ પ્લે સ્ટોર પરથી હટાવવાનો આદેશ આપી દીધો છે. ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને પણ આ એપ બ્લોક કરવાના આદેશ અપાયા છે. આ પહેલાં સરકાર ૫૮ ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુકી ચુકી છે.