ચીનની વસ્તી ૧ર૯ કરોડ અને ભારતની ૧૩ર કરોડ હોવાનો દાવો

બીજીંગ: ચીની ડેમોગ્રાફરે વસતી અંગે જાણકારી આપનાર દાવો કર્યો છે. કે ભારતની વસતી ચીન કરતાં ઘણી વધી ગઈ છે. વસતીની બાબતમાં ચીન હવે ભારતને પછાડીને દુનિયાનો ટોચનો ક્રમનો દેશ બની ગયો છે. ચીની ડેમોગ્રાફરના આવા દાવાને કારણે દુનિયાભરમાં ડેમોગ્રાફર વિચારમાં પડી ગયા છે. અને આ મુદે વિવાદ શરૂ થઈ ગયો છે. વિસ્કોનીસીન યુનિર્વસિટીના યી ફુકીયાને ભારતની વસતી અંગે દાવો કર્યો હતો.
તેમણે પોતાની વાતનું પુનરાર્વત કરીને વિશ્વના નવી ચર્ચાને જન્મ આપ્યો છે. અંગ્રેજી અખબાર ધ ગાર્ડીયનના અહેવાલ પ્રમાણે છેલ્લાં ર૬ વર્ષના આંકડા જાેઈએ તો ચીનના આંકડાઓ બાજઓ તેમની સંખ્યા ૯ કરોડ જેટલી વધારીને રજુ કરી છે.
તેમણે દાવો છે કે, ચીનની સંખ્યા ૧ર૯ કરોડ છે. પણ સરકાર તેને ૧૩૮ કરોડ રજુ કરી રહી છે. બીજી તરફ ભારતની વર્તમાન વસતી ૧૩ર કરોડ છે. ભારત અને ચીનના જનસંખ્યા અંગેના જાણકારોએ ફુકિસયાના દાવાને ફગાવી દીધો છે. ભારતીય જાણકાર જણાવે છે કે, ર૦રપ સુધીમાં ભારતની વસતી ચીન કરતાં વધી જશે.