Western Times News

Gujarati News

ચીનની વિરૂધ્ધ ભારતે ૫૦,૦૦૦ વધારા સૈનિકોની તહેનાતી કરી

Files Photo

નવીદિલ્હી: ભારતે ચીન સીમા પર પોતાની રણનીતિમાં આક્રમક પરિવર્તન કરતા ૫૦,૦૦૦ વધારાના સૈકનિકોની તહેનાતી કરી છે. ભલે જ ચીન અને ભારત વચ્ચે ૧૯૬૨માં યુધ્ધ થયું હતું પરંતુ સામાન્ય રીતે ભારતીય સેનાનો ફોકસ પાકિસ્તાનથી લાગતી સીમા જ રહી છે પરંતુ ગત કેટલાક વર્ષોમાં ચીન સીમા પર પણ તેજીથી પરિદ્‌શ્ય બદલાયું છે.ડ્રેગન તરફથી સીમા પર અતિક્રમણ ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણ અને સેના અને હથિયારોની તહેનાતીમાં વધારો કરવાને કારણે આ મોરચા પર પણ સતર્કતા વધી ગઇ છે. ગત વર્ષ લદ્દાખની પાસે ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે હિંસક અથડામણ જાેવા મળી છે ત્યારબાદ હવે આ નિર્ણય ભારતની રણનીતિમાં મહત્વપૂર્ણ પરિવર્તનનો સંકેત છે.

એક તરફ ભારતે પાકિસ્તાનની સાથે એલઓસી પર યુધ્ધવિરામ પર સહમતિ વ્યકત કરી છે તો તે ચીનના મોરચા પર સતર્કતા દાખવતા સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે સમગ્ર મામલાની માહિતી રાખનારા ચાર લોકોએ કહ્યું કે ભારતે ચીન સીમાથી લાગતા ત્રણ જીલ્લામાં સૈનિકોની તહેનાતી વધારી છે. આ ઉપરાંત ફાઇટર જેટ્‌સની સંખ્યામાં પણ વધારો કર્યો છે હાલ ભારતીય સેનાના ૨ લાખ જવાન સીમા પર તહેનાત છે બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર ગત એક વર્ષમાં સૈનિકોની તહેનાતીમાં ૪૦ ટકાનો વધારો થવાને કારણે આ સંખ્યા આટલી વધી ગઇ છે.

આ મામલાથી જાેડયેલ સુત્રે કહ્યું કે અત્યાર સુધી સીમા પર ભારતીય સેનાની તહેનાતી એ હિસાબથી કરવામાં આવી હતી કે ચીનના કોઇ પણ પગલાને રોકી શકાય પરંતુ હવે તહેનાતીમાં વધારો થવાને કારે ભારતીય સેનાની પાસે વિકલ્પ હશે કે તે આક્રમક જવાબ આપી શકે આ રણનીતિને ઓફેસિંવ ડિફેંસ તરીકે ઓળખવામાં આવે છે હક્કીતમાં સીમા પર ગત કેટલાક સમયમાં ચીને પણ પોતાના સૈનિકોની સંખ્યા વધારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.