ચીનની વિરૂધ્ધ યુધ્ધની ભારતીય સેનાઓની મજબુત તૈયારીઓ
લદ્દાખ, ચીનની સાથે એલએસી પર જારી ગતિરોધ અને ડ્રૈગનની સેનાની આક્રમક ચાલોનો જાેરદાર જવાબ આપવા માટે ભારતીય સેનાઓએ પોતાની મજબુત તૈયારી કરી લીધી છે.આ માટે સતત થલ સેના અને વાયુ સેના સંયુકત રણનીતિ હેઠળ સંયુકત અભ્યાસ કરી રહી છે.
લદ્દાખ ક્ષેત્રમાં તહેનાત એક વરિષ્ઠ વાયુ સેના કમાંડરને જણાવ્યું હતું કે મુખ્યાલયથી નિર્દેશ સ્પષ્ટ છે કે સેના અને અન્ય સુરક્ષા દળો દ્વારા જે જરૂરીયાત છે તેને પુરી કરી લેવામાં આવનાર છે. લેહ હવાઇ ક્ષેત્રમાં એક તરફ ભારતીય વાયુ સેનાના સી ૧૭ એલ ઇલ્યુશિન ૭૬એસઅને સી ૧૩૦જે સુપર હરકયુલિસ વિમાન રાશન અને અન્ય જરૂરી સામનો પહોંચી રહ્યું છે.તેની સાથે તે દરેક તરફથી ચીની સેનાનો મુકાબલો કરવા માટે પણ પુરી રીતે તૈયાર છે.
અગ્રિમ ક્ષેત્રમાં તહેનાત સેનાના એક અધિકારીએ કહ્યું કે આ દિવસોમાં ચીફ ઓફ ડિફેંસ સ્ટોફ જનરલ બિપિન રાવત અને બે થલ અને વાયુ સેનાઓના વડા સતત ચર્ચા કરતા રહે છે ચીની સેનાની વિરૂધ્ધ સંયુકત કાર્યવાહીની યોજના છે જે ક્ષેત્ર સ્તર પર પણ મદદ કરી રહી છે. બે સેનાઓ સંયુકત રીતે કામ કરી રહી છે આ પ્રયાસને જમીન પર જાેઇ શકાય છે કારણ કે દળ ચીન અને પાકિસ્તાન બંન્નેને લદ્દાખ સેકટરથી સામનો કરવાની તૈયારી કરી રહ્યાં છે.
૧૪ કોરના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ અરવિંદ કપુરે કહ્યું હતું કે અમારી હેલીકોપ્ટર કંટેનર નિવાસ સ્થાનથી પણ ઉઠાવવા અને સ્થાનાંતરિત કરવાની ક્ષમતા વાળા છે.ભારતીય વાયુ સેનાના ચિનુક એમઆઇ ૧૭ અને અપાચે હેલિકોપ્ટર સહિત લડાકુ વિમાન પણ ચીનની સાથે ચાલી રહેલ ટકરાવમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યાં છે પૂર્વી લદ્દાખમાં ચીન સખ્ત ઠંડી બંન્નેથી ઝઝુમી રહેલા સૈનિકોને પુરવઠો પ્રદાનકરવામાટે એલએસી તરફથી લેહથી સિંધુ નદીના ઉપર ચિનકુ હેલીકોપ્ટરોને ઉડતા નજરે પડી રહ્યાં છે. હાલ બંન્ને સેનાઓ પૂર્વી લદ્દાખ સેકટરમાં ચીની સેનાની વિરૂધ્ધ સંયુકત રીતે યુધ્ધની તૈયારી કરી રહી છે.HS