ચીનની વુહાનની લેબે પાકિસ્તાની મિલિટ્રી સાથે કરી સિક્રેટ ડીલ
નવીદિલ્હી: વુહાનના જે ઈન્સ્ટીટ્યુટને કોરોના વાયરસ માટે જવાબદાર માનવામાં આવી રહ્યુ છે હવે ત્યાં પાકિસ્તાન સાથે મળીને ચીન, ભારત સામે બાયો વાૅરફેરની રણનીતિ તૈયાર કરશે. ઈન્ટેલીજન્સ સૂત્રોના હવાલાથી ક્લાક્સાૅને પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે ચીને પાકિસ્તાન મિલિટ્રી સાથે એક મોટી ડીલ કરી છે. આ સમજૂતી દ્વારા સંભવિત બાયો વાૅરની ક્ષમતાઓ વધારવા પર રિસર્ચ કરવામાં આવશે.
આ સમજૂતી ત્રણ વર્ષની હશે જેમાં ખતરનાક એજન્ટ એંથ્રેક્સ પર રિસર્ચ સાથે જ વધુ ઘણા પ્રોજક્ટ્સ પર રિસર્ચ કરવામાં આવશે. વુહાનની લેબ પર લાગી રહ્યા છે ઘણા આરોપ ઘણા વિશેષજ્ઞો જો કે આ વાત માનવાનો ઈનકાર કરી દીધો છે કે વુહાન ઈન્સ્ટીટ્યુટ ઑફ વાયરોલાૅજીમાં કોરોના વાયરસને તૈયાર કરવામાં આવ્યો હતો. મહામારીને જે રીતે ચીને ડીલ કરી, તેના કારણે હવે તેને દુનિયાભરમાં ટીકાઓ સહન કરવી પડી રહી છે.
વેસબાઈટ ક્લાક્સાૅન તરફથી એન્થોની ક્લેને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમણે લખ્યુ છે કે આ વુહાન લેબે પાકિસ્તાની મિલિટ્રીની ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલાૅજી ઑર્ગેનાઈઝેશ(ડેસ્ટો) સાથે ડીલ કરી છે. આ ડીલનો હેતુ આવનારી સંક્રમક બિમારીઓ પર રિસર્ચ માટે પરસ્પર સહયોગને આગળ વધારવાનો છે અને સાથે જ બિમારીઓને બાયોલાૅજિકલ વિકલ્પ દ્વારા ફેલાવાથી કેવી રીતે રોકી શકાય તેના પર પણ રિસર્ચ કરવામાં આવશે. ચીનની બહાર થશે ટેસ્ટિંગ ક્લાક્સાૅન એક ઑસ્ટ્રેલિયાઈ વેબસાઈટ છે અને એન્થની ક્લૈન એક ઈનવેસ્ટીગેટીવ જર્નાલિસ્ટ છે.
સૂત્રોના હવાલાથી વેબસાઈટે લખ્યુ છે કે કોવર્ટ પ્રોજેક્ટ્સ વિશે ઈન્ટેલીજન્સ ઑફિસર્સે ખાસ્સી ચિંતા વ્યક્ત કરી છે. આ પ્રોજેક્ટ્સમાં ચીનના શામેલ હોવા અને બાયોલોજિકલ એજન્ટ્સની ટેસ્ટિંગ ચીનથી બહાર થશે. આનો હેતુ આંતરરાષ્ટ્રીય સ્તરે થતી ટીકાઓની આશંકાઓને ઘટાડવાનો છે. આ માહિતી એવા સમયમાં આવી છે જ્યારે ચીન પર આરોપ લાગી રહ્યો છે કે તેણે કોરોના જેવા ખતરનાક વાયરસ સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતીને છૂપાવી અને શરૂઆતના દિવસોમાં તેેને સાર્વજનિક જ ન કરી.
જો ચીન આવુ કરત તો કદાચ મહામારીથી સારી રીતે લડી શકાત. પાકિસ્તાનના પ્રોજેક્ટને ચીનની મદદ વિશેષજ્ઞોનુ કહેવુ છે કે વુહાન લેબને દરેક પ્રકારની નાણાકીય અને વૈજ્ઞાનિક મદદ પ્રોજેક્ટ માટે મળતી હતી. પાકિસ્તાનના પ્રોજેક્ટને સંપૂર્ણપણે ચીન તરફથી આર્થિક મદદ આપવામાં આવશે.
ઈન્ટેલીજન્સ સૂત્રની માનીએ તો ડેસ્ટો પહેલા પણ ઘણા એવા પ્રોજેક્ટ્સમાં શામેલ રહ્યુ છે જે એંથ્રેક્સ સાથે જોડાયેલુ છે. એજન્સી બાયોલાૅજિકલ વેપન પ્રોગ્રામની આડમાં એવા પ્રોજેક્ટસને અંજામ આપી રહ્યુ હતુ. ક્લાક્સાૅનની રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચીન-પાકિસ્તાનના આ પ્રોજેક્ટહેઠળ દરેક પ્રકારના ટેસ્ટ્સને પૂરા કરી લેવામાં આવ્યા છે. આ ટેસ્ટ્સ દ્વારા બેલિલસ થુરિંગજેનસિસ(બીટી)ને અલગ કરવાનુ કામ કરવામાં આવ્યુ છે. આ એક એજન્ટ છે જે એંથ્રેક્સ જેવુ જ છે.