ચીનની સેના હજુ સુધી પાછળ નથી હટી રહી
નવી દિલ્હી: ચીન અને ભારત વચ્ચે સરહદ પર ઘર્ષણ થયા બાદ બન્ને દેશ વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થઈ હતી. જોકે, તણાવ ભલે ખતમ થઈ ગયો હોય પણ હજુ સુધી સંપૂર્ણ રીતે ટળ્યો નથી. ચીનની સેના હજુ સુધી પાછળ નથી હટી રહી. એવામાં ભારતીય સેના પણ કોઈ કસર છોડવા નથી માગતી. જેમાં લદ્દાખમાં મુશ્કેલ સ્થિતિમાં ટક રહેવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવી ઊંચાઈ પર સેના રહેવા માટે ખાસ કપડા, શેલ્ટર, ટેંટ, ઈંધણ વગેરે સહિતની વસ્તુઓની જરુર પડતી હોય છે.
સેનાએ જવાનો માટે પૂરતા પ્રમાણમાં અનાજ અને અન્ય સપ્લાય આપવા માટેની એક્સર્સાઈઝ શરુ કરી દેવામાં આવી છે. ચીની સૈનિકો હજુ ઉત્તર પેંગોંગ અને લદ્દાખના પશ્ચિમમાં ગોગર-હોટ-સ્પિંગ્સમાં હજુ સુધી સંપૂર્ણ રીતે ખસ્યા નથી. એવામાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય સેના પોતાની તૈયારીઓમાં કોઈ કસર છોડવા માગતી નથી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, જો લદ્દાખમાં સામાન્ય રીતે વર્ષમાં ૩૦ હજાર મેટ્રિક ટન અનાજની જરુર પડતી હોય તો પરંતુ આ વર્ષે બે ગણું અનાજ પહોંચાડવામાં આવશે કારણ કે વધુ જવાનો તૈનાત કરાયા છે.” તેમણે કહ્યું, “ચીની સેના એટલી ઉતાવળે નથી આવી રહી. તો અમે સંપૂર્ણ રણનીતિ સાથે લાંબા સમય માટે તૈયારી કરી રહ્યા છીએ. અમે લોજિસ્ટિક અને ‘એડવાન્સ વિન્ટર સ્ટોકિંગની તૈયારી શરુ કરી દીધી છે.