ચીનની 52 એપ્લિકેશન બ્લોક કરવા ગુપ્તચર એજન્સીની સલાહ
નવી દિલ્હી: લદ્દાખની ગલવાન ખીણમાં લોહિયાળ અથડામણ બાદ ભારતે હવે દરેક મોરચે ચીનને ઘેરી લેવાની તૈયારી શરૂ કરી દીધી છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદ દરમિયાન ભારતીય ગુપ્તચર એજન્સીઓએ સરકારને ટિકટોક અને બિગો લાઇવ સહિતના ૫૨ ચાઇનીઝ મોબાઈલ એપ્સને બ્લોક કરવા કહ્યું છે, અને લોકોએ તેનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. ભારતીય સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે તેમનો ઉપયોગ કરવો સલામત નથી. આ એપ્સ મોટા પાયે ભારતની બહાર ડેટા મોકલી રહી છે.
આ એપ્સને લીધે સુરક્ષા પર મોટો ખતરો છે, ચીની એપ મીડિયા રિપોટ્ર્સ અનુસાર કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગુપ્તચર એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. ભારતીય સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આ એપ્સ ભારતની સુરક્ષા માટે ખતરો ઊભો કરી શકે છે. તેમણે કહ્યું કે આ દરખાસ્ત અંગે ચર્ચા ચાલી રહી છે.