ચીનનું આર્મી ઉત્તર ભાગમાં સૈનિકોનો ખડકલો કરી રહ્યું છે
લેહ, લદ્દાખમાં પેંગોંગ સરોવરના દક્ષિણમાં આવેલા વિસ્તારમાં ભારતીય સેના સામે નિષ્ફળ સામનો કર્યા બાદ હવે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી ઉત્તર ભાગમાં આવેલા વિસ્તારોમાં પોતાની સૈન્ય સંખ્યા વધારી રહ્યું હોવાના અહેવાલ છે. આ જગ્યાએ તે નવું બાંધકામ કરી રહ્યું છે તથા ટ્રાન્સપોર્ટેશનને લગતા સાધનો પણ ભેગા કરી રહ્યું છે. જોકે ભારતીય સેના આ જગ્યાએ એટલી નજીક છે કે તેમની દરેક ચાલ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ૧૫ જૂનના રોજ ગલવાનમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલ ઘર્ષણનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ૩ મિનિટ ૨૫ સેકન્ડના આ વીડિયોમાં ભારત અને ચીનના સૈનિકો ડંડાથી એકબીજા પર પ્રહાર કરતા નજરે પડે છે.
આ ઘર્ષણ દરમિયાન કેટલાક સૈનિકો પાણીમાં પડી ગયા હતાં. ગલવાનમાં ૨૦ ભારતીય જવાન શહિદ થયા હતાં. પેંગોગનો ઉત્તરી વિસ્તારના આઠ જેટલા વિવિધ વિસ્તારોમાં ફિંગર એરિયામાં વહેચાયેલ છે. ભારતે દાવો કર્યો છે કે લાઈન ઓફ એચ્યુઅલ કન્ટ્રોલ ફિંગર આઠ સાથે શરૂ થાય છે અને ફિંગર ચાર સુધી જાય છે. ચીનની સેના ન્છઝ્રને માનતી નથી.
ચીનના સૈનિક માનવા તૈયાર નથી. ચીનના સૈનિકો ફિંગર ચાર પાસે ગોઠવાયેલા છે. તે ફિંગર પાંચથી આઠ વચ્ચે નિર્માણ કાર્ય કરી રહ્યા છે. ૭ સપ્ટેમ્બરના રોજ દક્ષિણી વિસ્તારમાં ચીનના સૈનિકોએ ભારતીય પોસ્ટ તરફ આગળ વધવાનો પ્રયત્ન કર્યો હતો અને ચેતવણી માટે ફાયરિંગ કર્યું હતું. અહીં ભારતના સૈનિકોએ તેમને અટકાવ્યા હતા. આ ઘટનાની કેટલીક તસ્વીર પણ સામે આવી છે.
જેમાં ચીનના સૈનિકો ભાલા, લોખંડના રોડ અને ધારદાર હથિયાર લઈ દેખાતા હતા.ભારતે કહ્યું હતું કે જ્યારે ચીનના સૈનિકોએ તેમનો પોતાની પોસ્ટ તરફ આવતા અટકાવ્યા તો તેમણે હવામાં ફાયરિંગ કર્યું હતું. આ અગાઉ ચીન કહેતુ હતું કે ફાયરિંગ ભારતીય જવાનોએ કર્યું છે. ભારતીય જવાનોએ આ વિસ્તારના બે શિખરો પર છે અને ભારતના સૈનિકોને અહીંથી હટાવવાનો ચીને પ્રયાસ કર્યો છે.
૩૧ ઓગસ્ટની બપોરે જ ચીનની સેનાએ ભારતીય વિસ્તાર પર કબ્જો કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેને ભારતીય સેનાએ અટકાવ્યા હતા. ૨૯-૩૦ ઓગસ્ટનાની રાત્રે ચીનના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. ભારતીય સેનાએ પેંગોંગ સરોવરના દક્ષિણ ભાગમાં મહત્વના શિખર, બ્લેક ટોપ અને હેલમેટ ટોપ પર કબ્જો કર્યો હતો.SSS