ચીનને પછાડવા ભારત રશિયા પાસેથી ખરીદશે ૩૩ ફાઇટર વિમાનો
નવી દિલ્હી, છેલ્લા ઘણાં સમયથી એક્ચ્યુઅલ કંટ્રોલ લાઇન (એલએસી) પર ચાલી રહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઇને ડ્રેગને સાવધાન સાવચેત રહેવાની જરૂર છે જે. ભારતે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જેમાં રશિયા પાસેથી ૩૩ ફાઇટર વિમાનો ખરીદવાના છે. ગુરૂવારે સંરક્ષણ મંત્રાલયે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. રશિયા પાસેથી જે ૩૩ યુધ્ધ વિમાનો ખરીદી રહ્યું છે. તેમાં ૨૧ મિગ-૨૧ એસ અને ૧૩ સુખોઇ ૩૦ યુધ્ધ વિમાનોનો સમાવેશ થાય છે, તે ઉપરાંત હાલનાં ૫૯ મિગ-૨૧ એસને અપગ્રેડ પણ કરવામાં આવશે, સંરક્ષણ પ્રધાને ગુરૂવારે જણાવ્યું કે રશિયાની સાથે થઇ રહેલા સોદાની કિંમત ૧૮,૧૪૮ કરોડ રૂપિયા છે. તે ઉપરાંત સંરક્ષણ મંત્રાલયએ ભારતીય હવાઇ દળ અને નોકાદળ માટે ૨૪૮ એસ્ટ્રા બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલને ખરીદવા માટે મંજુરી આપી છે. સંરક્ષમ મંત્રાલયનાં અધિકારીઓએ જણાવ્યું કે ડીઆરડીઓ દ્વારા નવી એક હજાર કિમીની સ્ટ્રાઇડ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલની ડિઝાઇન અને અન્ય જરૂરીયાતોની પણ મંજુરી આપી દીધી છે.