Western Times News

Gujarati News

ચીનનો નવો દાવઃ લદ્દાખ સીમાએ મોટાપાયે ઘાતક હથિયારો તૈનાત

બીજી તરફ ભારતીય સેનાએ પણ હવે ઘાતક હથિયારો તૈનાત કરવા માડ્યાં, આ વિસ્તારના તમામ એરબેઝને આ હથિયારોથી સજ્જ કરવામાં આવ્યા

લેહ, લદ્દાખમાં સીમાએ તનાવ સર્જીને ભારતની ભૂમિ પર કબજો જમાવનારા ચીને હવે નવું પરાક્રમ કરવાનું શરૂ કર્યું છે. ભારત સાથે વાટાઘાટોમાં ચીન જીદ પકડીને બેઠું છે તો બીજી તરફ ચીની સેનાએ મોટાપાયે ઘાતક હથિયારો તૈનાત કરવા માંડ્યાં હોવાના અહેવાલ છે. ચીની સેનાએ લદ્દાખને અડીને આવેલા અક્સાઈ ચીન વિસ્તારમાં હવે મધ્યમ અંતરની મિસાઈલો તૈનાત કરવા માંડી છે. આ મિસાઈલોની રેન્જ એટલી વધારે છે કે, ભારત આખું તેના નિશાના પર આવી શકે છે. બીજી તરફ ભારતીય સેનાએ પણ હવે ઘાતક હથિયારો તૈનાત કરવા માડ્યાં છે.

અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ભારતે ચીનને ડરાવવા માટે મોટી સંખ્યામાં તૈનાત કરેલી મિસાઈલોની જાણકારી સેટેલાઈટ તસવીરો થકી મળી રહી છે. મિસાઈલોની સાથે તોપો અને લાંબા અંતર સુધી પ્રહાર કરી શકે તેવા રોકેટ લોન્ચર ગોઠવ્યા છે.આ વિસ્તારના તમામ એરબેઝને આ હથિયારોથી સજ્જ કરવામાં આવ્યા છે.મિસાઈલોને છુપાવવા માટે જમીનની અંદર બંકર બનાવવાનુ કામ ચાલુ છે.જેથી તે સેટેલાઈની પકડમાં નહીં આવે અને કોઈ પણ હુમલામાં નષ્ટ નહીં થાય. આ સિવાય સાઉથ ચાઈના સીની રણનીતિ અપનાવીને ચીન જમીન પરથી હવામાં માર કરનારી મિસાઈલ્સ પણ તૈનાત કરી રહ્યુ છે.આ પહેલા સાઉથ ચાઈના સીમાં અમેરિકાના વિમાન વાહક જહાજોને ધમકાવવા માટે ડીએફ ૨૬ પ્રકારની મિસાઈલોને ચીને ગોઠવી હતી.

હવે જો ભારત અને ચીન વચ્ચે કોઈ સમાધાન થાય તો પણ અક્સાઈ ચીનમાં ગોઠવાયેલી ચાઈનીઝ મિસાઈલો દુર કરવામાં સમય લાગશે તેવુ જાણકારોનુ માનવું છે. તેમના કહેવા પ્રમાણે ચીન ભારતની સાથે મનોવૈજ્ઞાનિક યુધ્ધ લડી રહ્યું છે. જોકે તેનાથી ભારતીય સેના સ્હેજ પણ પરેશાન નથી.ભારત પણ ચીનના મિસાઈલ હુમલાનો જવાબ આપવા માટે સક્ષમ છે. ભારત સાથે ચાલી રહેલા તનાવને વચ્ચે તિબેટમાં ચીને હવાઈ હુમલાથી બચવા માટેની મોકડ્રીલ પણ યોજી હતી. આ દરમિયાન તિબેટની રાજધાની લ્હાસમાં નકલી બોમ્બ ધડાકાના અવાજ સંભળાયા હતા અને ચારેતરફ સાયરન વાગે ઉઠ્‌યા હતા. દરમિયાન સરકારે આપેલા આદેશ પ્રમાણે લ્હાસના લોકો પોતાના ઘરોમાં સંતાઈ રહ્યા હતા.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

ચીન પર નજર રાખનાર એક વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે શનિવારે આ મોકડ્રીલ યોજવામાં આવી હતી .એવું મનાઈ રહ્યું છે કે ભારત સાથે જ યુદ્ધના સંજોગો સર્જાય તો ભારતીય વાયુસેના હવાઈ હુમલાથી બચવા માટે તૈયારીઓ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુ સેના હાઇ એલર્ટ ઉપર છે .તાજેતરમાં ફ્રાન્સ પાસેથી મેળવેલા રાફેલ જેટ્‌સ પણ લદાખના આકાશમાં જોવા મળ્યા બાદ ચીન તણાવમાં આવી ગયું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.