ચીનનો સર્વે ચીનના ૫૧ ટકા લોકોએ મોદી સરકારની પ્રશંસા કરી છે
બીજીંગ, ભારત ચીનના સૈનિકો વચ્ચે લદ્દાખના ગલવાન ઘાટીમાં થયેલા સૈન્ય સંધર્ષ પછી બંન્ને દેશો વચ્ચે તણાવ બનેલો છે. આ દરમિયાન ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે બંને દેશો વચ્ચે સંબંધોને લઇને સર્વે કરાયો છે આ સર્વેમાં ચીનના ૫૧ ટકા લોકોએ મોદી સરકારની પ્રશંસા કરી છે આ સર્વેમાં સામે આવ્યું છે કે ચીનના લોકો પોતાની નેતાઓની કેટલીક નીતિઓ પ્રત્યે ખુશ નથી.
ગ્લોબલ ટાઇમ્સના સર્વેક્ષણમાં ૭૦ ટકા ચીની લોકોએ કહ્યું કે ભારતમાં ચીન વિરોધી વિચાર ધણા વધારે છે જાે કે ૩૦ ટકા લોકોએ કહ્યું કે તેમને લાગે છે કે આવનાર સમયમાં બંન્ને દેશો વચ્ચે સંબંધો સુધરશે આ સર્વેમાં ચીનના લોકોએ રશિયા જાપાન અને પાકિસ્તાન પછી ભારતને મનપસંદ દેશ ગણાવ્યો છે.જાે કે સર્વેમાં સામેલ ૯૦ ટકા લોકો ભારત સામે સૈન્ય કાર્યવાહીથી સહમત છે લગભગ ૫૦ ટકા ચીની માને છે કે ભારતીય અર્થવ્યવસ્થા ચીન પર ઘણી નિર્ભર છે અને હાલ લીધેલા પગલાથી ભારતને નુકસાન થશે.
સર્વેમાં ફકત ૫૬ ટકા લોકોનુું માનવુ છે કે તે ભારતમાં રસ ધરાવે છે અથવા તેમને આ દેશ વિષે કશુંક ખબર છે. ૫૭ ટકા ચીનના લોકોનું માનવુ છે કે ભારતની સેના એટલી વિકસિત નથી કે કોઇ પણ પ્રકારે ચીની સેના સામે ટકકર લઇ શકે.
બીજી તરફ રિપોર્ટ પ્રમાણે ભારત હુવાવેના ઉપકરણો ચરણબધ્ધ રીતે હટાવવા માંગે છે ભારત સરકારે કહેવાતી રીતે હુવાવે પર પ્રતિબંધ લગાવવાના બદલે ટેલિકોમ કંપનીઓને સંકેત આપ્યો છે કે તે ચીની કંપનીથી દુર રહે હુવાવે પર અમેરિકા બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં પુરી રીતે પ્રતિબંધ છે.HS