ચીનમાંથી અંતે કિલર કોરોનાની વિદાય શરૂ: લોકોને રાહત થઈ
ચીનમાં કોરોના કેસની સંખ્યામાં ખુબ ઝડપથી ઘટાડો થયો: દુનિયાના દેશોમાં કોરોનાથી મોતનો આંકડો વધીને ૭૯૮૮: વિશ્વમાં કેસોની સંખ્યા ૧૯૮૫૮૮
બેઝિંગ, દુનિયાના ૧૬૬થી વધુ દેશોમાં કાળો કેર વર્તાવી રહેલા જીવલેણ કોરોના વાયરસના કારણે હજુ સુધી ૭૯૮૮ લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે કુલ કેસોની સંખ્યા ૧૦૧૩૯૯ સુધી પહોંચી ગઈ છે. હજારો દર્દીઓ દુનિયાના દેશોમાં ગંભીરરીતે રહેલા છે. આ દર્દીઓ જીવન સામે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે મોટી રાહતના સમાચાર આવ્યા છે. કારણ કે જ્યાંથી કોરોના વાયરસની શરૂઆત થઈ હતી તે ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસે હવે વિદાય લઈ લીધી છે. સતત બીજા દિવસે એક કેસ સપાટી પર આવ્યો હતો. આની સાથે ચીનમાં કોરોના વાયરસથી ગ્રસ્ત લોકોની સંખ્યા ઘટી રહી છે. ડિસેમ્બર મહિનામાં કોરોના વાયરસ સપાટી પર આવ્યા બાદથી ચીનમાં હજુ સુધી ૩૨૩૭ લોકોના મોત થઈ ચુક્યા છે.
પરંતુ હવે કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ચીન સરકારના કઠોર પગલા તથા તકેદારીના લીધે સ્થિતિમાં સુધારો થયો છે. કોરોના વાયરસનો કાળો કેર દુનિયાના દેશોમાં જારી રહ્યો છે. હવે કોરોના વાયરસે દુનિયાના ૧૬૬ દેશોમાં તેનો સકંજા મજબુત બનાવી દીધો છે. સાથે સાથે મોતનો આંકડો પણ વધીને ૭૯૮૮ સુધી પહોંચી ગયો છે. આવી જ રીતે રિક્વર થયેલા લોકોની સંખ્યા ૮૨૭૭૯ નોંધાઇ ગઇ છે. આવી જ રીતે હાલમાં માઇલ્ડ કેસોની સંખ્યા દુનિયાના દેશોમાં ૧૦૧૩૯૯ નોંધાઇ છે. આવી જ રીતે ચીનમાં સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થયો છે.
ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૧૩ નવા કેસો નોંધાયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧ લોકોના મોત થયા છે. હોંગકોગ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, મલેશિયા અને જર્મની સહિતના દેશો વાયરસના સકંજામાં આવી ગયા છે. કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે.જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે.
વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી. ભારે હાહાકાર જારી છે. મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ચીનમાં Âસ્થતી ધીમે ધીમે કાબુમાં આવી રહી છે. ચીનમાં નવા કેસો અને મોતનો આંકડો ઝડપથી ઘટી રહ્યો છે. જે સંકેત આપે છે કે ચીનમાં કોરોના પર અંકુશ મુકવામાં હવે સફળતા મળી રહી છે. જે ત્યાંના લોકો માટે મોટી રાહતની બાબત છે.
કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. કોરોના વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે સાવચેતીના તમામ પગલા દુનિયાના દેશો લઇ રહ્યા છે. ચીન, ઇટાલી, ઇરાન, સ્પેન સહિતના દેશો હાલમાં સૌથી પ્રભાવિત વિસ્તારો પૈકી એક તરીકે છે. અમેરિકામાં પણ કેસોની સંખ્યા પાંચ હજારની નજીક પહોંચી ગઇ છે.
કોરોના વાયરસના કારણે અમેરિકા, કોરિયા અને ઇટાલીમાં પણ ભારે હાહાકાર મચેલો છે. આવી સ્થિતિમાં મોતનો આંકડો ખુબ વધારે જઇ શકે છે. ચીન સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. જે દર્દી ગંભીર છે તે પૈકી અનેક જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી પર આવી રહ્યા છે જે સાબિત કરે છે કે કઇ રીતે આ વાયરસે આતંક મચાવી દીધો છે.
ચીનમાં ખતરનાક સાબિત થઇ રહેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. કોરોના વાયરસના કારણે દહેશત અકબંધ છે. કોરોના વાયરસના કારણે હાલમાં સ્થિતિમાં સુધારો થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. દેશમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો. કોરોના વાયરસને રોકવા માટે હવે દુનિયાના દેશો ચીન પાસેથી બોધપાઠ મેળવે તે જરૂરી છે.ચીનમાં સ્થિતિ સુધરી રહી છે.