ચીનમાં અમીરોની સંપત્તિ હવે ગરીબોમાં વહેંચી દેવામાં આવશે
બિજિંગ, ચીનમાં અમીરોની સંપત્તિ હવે ગરીબોમાં વહેંચી દેવામાં આવશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. તેનાથી દેશના અમીર લોકો અને બિઝનેસમેન પર સમાજને વધુ પરત આપવા માટે દબાણ વધી ગયું છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે મંગળવારે સત્તારૂઢ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના ટોચના નેતાઓને કહ્યું કે સરકારને સામાજિક નિષ્પક્ષતા માટે પૈસાના પુનર્વિતરણને એક સિસ્ટમ બનાવવી જાેઇએ. તેમણે આ દરમિયાન કહ્યું કે અતિ આધુનિક ઉચ્ચ આવકને યોગ્ય રીતે નિયંત્રિત કરવી અને અમીર લોકો અને બિઝનેસમેનને સમાજમાં વધુ પરત આપવા માટે પ્રોત્સાહિત કરવું જરૂરી છે. જાેકે અત્યાર સુધી એ ખબર નથી પડી કે શી આ લક્ષ્યોને પ્રાપ્ત કરશે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે સરકાર ટેક્સ અને અન્ય વિકલ્પો દ્વારા તેને પુરો કરવાનો પ્રયત્ન કરશે.
શી જિનપિંગે ચીનના લોકો વચ્ચે સામુહિક સમૃદ્ધિની આવશ્યકતાને પાર્ટીની સત્તા બનાવી રાખવા માટે મહત્વપૂર્ણ ગણાવ્યું. તેમણે ૨૦૪૯ સુધી દેશને સંપૂર્ણ રીતે વિકસિત સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રમાં બદલવાનો સંકલ્પ લીધો. ચીન ૨૦૪૯ માં દેશના ગઠનની ૧૦૦મી વર્ષગાંઠ પણ ઉજવવામાં આવશે. શી એ પાર્ટીની આર્થિક બેઠક દરમિયાન કહ્યું કે સામાન્ય સમૃદ્ધિ તમામ લોકોની સમૃદ્ધિ છે.
ચીન એક ગરીબ દેશમાંથી દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને વ્યાપાર અને ટેક્નોલોજીમાં સૌથી મોટી તાકતોમાંથી એકમાં બદલાઇ ગઇ છે. પરંતુ આ બધાની વચ્ચે દેશમાં અમીર અને ગરીબ વચ્ચે ખીણ પણ સતત વધતી જાય છે. ૨૦૧૯ પહેલી વાર ચીનમાં અમીરોની સંખ્યા અમેરિકાના અમીરોની સંખ્યા કરતાં વધી ગઇ છે. એટલા માટે રાષ્ટ્રપતિ શી જિનપિંગને પરેશાન કરી રહી છે. શી જિનપિંગે મંગળવારે સ્વિકાર કર્યો કે ૧૯૭૦ ના દાયકામાં આર્થિઅક સુધારા બાદ પાર્ટીના કેટલાક લોકોને અમીર બનાવવામાં મદદ કરી. પરંતુ ૨૦૧૨ બાદ સત્તા સંભાળ્યા બાદ શી જિનપિંગએ તમામ લોકોની સામાન્ય સમૃદ્ધિને મહત્વ આપવાનું શરૂ કર્યું છે.
શી જિનપિંગના પૈસાને પુનર્વિતરણ પર અર્થવ્યવસ્થા માટે તેમની સરકારના વ્યાપક લક્ષ્યો સાથે જાેડાયેલ છે. તાજેતરના મહિનામાં દેશના નાણાકીય જાેખમને ઓછું કરવા, અર્થવ્યવસ્થાની રક્ષા કરીને અને ભ્રષ્ટ્રાચારને ખતમ કરવાના નામે ટેક્નોલોજી, નાણાકીય, અને અન્ય ક્ષેત્રોમાં અભૂતપૂર્વ કાર્યવાહી શરૂ કરી છે. જાેકે ખાનગી ઉધમો પર કાર્યવાહીએ વૈશ્વિક રોકાણકારોને ઢંઢોળી દીધા છે. સાથે જ ચીનની અર્થવ્યાસ્થામાં નવાચાર અને વિકાસની સંભાવનાઓ વિશે આશંકાને જન્મ આપ્યો છે. દેશની અર્થવ્યવસ્થાને તાજેતરમાં જ કમજાેરીના સંકેત બતાવ્યા છે. સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડાથી સંકેત મળે છે કે દેશની રિકવરી ધીમી થઇ રહી છે. તો યુવાનોમાં બેરોજગારીનો દર વર્ષમાં સૌથી ખરાબ સ્તર પર પહોંચી ગયો છે.HS