ચીનમાં અમેરિકી રાજદુતે પદ છોડવાનો નિર્ણય કર્યો
વોશિંગ્ટન, અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોપિયોએ જણાવ્યું છે કે ચીનમાં અમેરિકી રાજદુત ટેરી બ્રાંસટાડ પોતાનું પદ છોડી દેશે. તેમણે તકેની માહિતી ટ્વીટ દ્વારા આપી છે.તેમણે લખ્યું છે કે ચીનમાં અમેરિકી રાજદુત તરીકે અમેરિકાની જનતા માટે ત્રણ વર્ષથી વધુ સમય સુધી સર્વિસ આપવા માટે હું રાજદુક ટેરી બાંસટાડનો આભાર માનુ છું.તેમણે રાજદુત બ્રાંસટાડે અમેરિકા ચીન સંબંધોને પુનર્જીવિત કરવામાં યોગદાન આપ્યું છે જેથી આ પરિણામોન્ખી પારસ્પરિક અને નિષ્પક્ષ હોય.
જાે કે પોપિયોએ બ્રાંટાડના પદ છોડવાનું કારણ બતાવ્યું નહીં અજાણ્યા સુત્રોના હવાલા પરથી જણાવાયું છે કે બ્રાંસટાડ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણી પહેલા બીજીંગ છોડવા ઇચ્છતા હતાં તાજેતરમાં જ ચીનની સરકારી સમાચાર પત્ર પીપલ્સ ડેલીએ બ્રાંસટાડાના એક આલેખને પ્રકાશિત કરવાનો ઇન્કાર કરી દીધો હતો. તેના પર ગત અઠવાડીયે પોપિયોએ ટ્વીટ કરી કહ્યું કે ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીએ બ્રાંસટાડાના લેખને પ્રકાશિત કરવાનો ઇન્કાર કરી દીધો જયારે અમેરિકામાં ચીની રાજદુતને તેની આઝાદી છે.તે કોઇ પણ અમેરિકા મીડિયા આઉટલેટમાં પોતાના આલેખ પ્રકાશિત કરવા માટે સ્વતંત્ર છે ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજિયાને તેના જવાબમાં કહ્યું હતું કે બ્રાંસટાડના આલેખમાં ભુલો હતી તેમાં તથ્યોનો ઉલ્લેખ પણ ખોટો હતો જે ચીનની વિરૂધ્ધ લાગી રહ્યાં હતાં.HS