ચીનમાં આવનારા સમયમાં ભૂખમરાની સ્થિતિની દહેશત

ન્યૂયોર્ક, દુનિયાની બીજા નંબરની આર્થિક મહાસત્તા ગણાતા ચીન માટે આવનારા દિવસોમાં પોતાના નાગરિકોનુ પેટ ભરવાનું મુશ્કેલ થઈ શકે છે. સૌથી વધુ વસતી ધરાવતા ચીનમાં દુનિયાની ૨૨ ટકા વસતી સામે દુનિયાની સાત ટકા જ ખેતી લાયક જમીન છે. કારણકે, ૧૯૪૯થી સતત ચાલી રહેલા ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણના કારણે ચીનની ખેતી લાયક ૨૨ ટકા જમીન ઓછી થઈ ચુકી છે અને દેશમાં હવે માંડ ૧૦ થી ૧૫ ટકા ખેતીલાયક જમીન બચી છે. જેની સામે ભારતમાં ખેતીલાયક જમીનનુ પ્રમાણ ૫૦ ટકા, અમેરિકામાં ૨૦ ટકા, ફ્રાંસમાં ૩૨ ટકા અને સાઉદી અરેબિયામાં એક ટકા છે.ચીનમાં જે જમીન પર ખેતી થાય છે તે પૈકી ૪૦ ટકા જમીન પર સિંચાઈની સુવિધા છે.
ઓછી જમીનમાં મહત્તમ અનાજ પેદા કરવું પડે તેમ હોવાથી ચીન સૌથી વધારે ખાતરનો ઉપયોગ કરે છે અને તેના કારણે પ્રતિ એકર અનાજનુ સૌથી વધારે ઉત્પાદન થાય છે.આમ છતા ચીનમાં ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે બહુ મોટો તફાવત છે.વારંવાર આવતી પ્રાકૃતિક આપત્તિઓ વચ્ચે ચીન માટે પોતાની વસતીનુ પેટ ભરવુ મુશ્કેલ બની ગયુ છે.૨૦૩૦માં ચીનની વસતી દોઢ અબજ પર પહોંચશે ત્યારે તેને દર વર્ષે ૧૦ કરોડ ટન વધારે અનાજની જરૂર પડવાની છે.
ચીનની સરકારના કહેવા પ્રમાણે ગયા વર્ષે દુકાળ અને પૂર એમ બંને પ્રકારની આપદાઓના કારણે ૫.૪૮ કરોડ લોકો પ્રભાવિત થયા હતા અને ચીનના ફૂડ સપ્લાય પર પણ તેની અસર પડી છે.આ વર્ષે મકાઈના પાકને કિટકોના કારણે ભારે નુકસાન થયુ છે.ચીનમાં ભોજનનો બગાડ પણ ભૂખમરાનુ કારણ બની શખે છે.ચીનના લોકો દર વર્ષે ૧.૮ કરોડ ટન જેટલુ ભોજન ફેંકી દે છે.SSS