Western Times News

Gujarati News

ચીનમાં કોરોનાથી એક જ દિવસમાં ૪૦ના મોત

પ્રતિકાત્મક

બેજિંગ: ચીનમાં ફેલાયેલા ખતરનાક અને જીવલેણ કોરોના વાયરસનો હાહાકાર જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ આ વાયરસના કારણે વધુ ૪૦ લોકોના મોત થઇ ગયા છે. સાથે સાથે દરરોજ હજારો નવા કેસ સપાટી પર આવી રહ્યા છે. ચીનમાં યુદ્ધના ધોરણે આ વાયરસને રોકવા માટે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કોરોના વાયરસનો કાળો કેર જારી છે.


હજુ ુસધી કોરોના વાયરસના કારણે ૧૭૦ લોકોના મોત થઇ ચુક્યા છે. જ્યારે અસરગ્રસ્તોની સંખ્યા વધીને ૭૭૪૦ ઉપર પહોંચી ગઇ છે. જે રીતે વાયરસે સકંજા જમાવ્યો છે તે જાતા હાલત કફોડી બનેલી છે. સમગ્ર ચીનમાં કોરોના વાયરસને લઇને વ્યાપક ફફડાટ અને દહેશત છે. બીજી બાજુ જુદા જુદા દેશો પોતાના નાગરિકોને ખસેડી લેવાની કવાયતમાં લાગેલા છે.

સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. ડબલ્યુએચઓ દ્વારા પણ કબુલાત કરવામાં આવી છે કે ખતરો અનેક ગણો વધારે છે. કોરોના વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. કોરોના વાયરસ બેકાબુ છે અને મોતને આંકડો વધી રહ્યો છે. ચીનમાં જે વિસ્તારો સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે.

થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, જાપાન, વિયેતનામ, સિંગાપોર જેવા દેશોમાં વાયરસે આતંક મચાવી દીધો છે. આ દેશો બાદ હવે કરોના વાયરસે યુરોપમાં પણ દહેશત ફેલાવી દીધી છે. કોરોના વાયરસના કારણે દહેશત વચ્ચે દુનિયાભરના વિમાનીમથકો પર એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.


ચીનમાં સત્તાવાર નોંધાયેલા કેસોની સંખ્યા ૭૭૪૦ નોંધાઇ છ. દુનિયાના અનેક દેશો વાયરસના સકંજામાં આવી ગયા છે. જેમાં નેપાળ, થાઇલેન્ડ, મલેશિયા, સિંગાપોર, સાઉથ કોરિયા, જાપાન, તાઇવાન, વિયતનામ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ અને અમેરિકાનો સમાવેશ થાય છે. તમામ દેશોમાં એરપોર્ટ ખાતે ચીનથી આવી રહેલા પોતાના નાગરિકો અને પ્રવાસીઓની ઝીંણવટભરી રીતે ચકાસણી થઇ રહી છે. વાયરસની દહેશત એટલી હદ સુધી ફેલાઈ છે કે, વિશ્વભરની એરલાન્યસો દ્વારા ચીનની ફ્લાઈટો ઘટાડી દીધી છે. સાથે સાથે વૈશ્વિક કંપનીઓ દ્વારા ચીનની યાત્રા ન કરવા પોતાના કર્મચારીઓને આદેશ કર્યો છે.

ભારતે પણ વુહાનથી ભારતીય નાગરિકોને ખસેડવાની શરૂઆત કરી દીધી છે.આરોગ્ય નિષ્ણાંતોનું કહેવુ છે કે, આ વાયરસ ઇન્ફેક્શન આગામી ૧૦ દિવસમાં ચરમસીમા પર પહોંચશે. જેથી મૃતકોની સંખ્યામાં ઝડપથી વધારો થશે. ચીનની સમાચારની સંસ્થાના કહેવા મુજબ ૧૨૩૯ લોકોની હાલત ગંભીર બનેલી છે. ૨૦૦૨-૦૩માં પણ ચીન અને હોંગકોંગમાં કોરોના વાયરસનો આંતક જાવા મળ્યો હતો. એ વખતે ૬૦૦ લોકોના મોત થયા હતા. અમેરિકાના નેશનલ ઇન્સ્ટીયુટ ઓફ હેલ્થના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે કરોના વાયરસના કારણે આ બિમારી ફેલાઇ રહી છે. વાયરલ નિમોનિયાની આ બિમારીની સામે લડવા માટે નવી વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. માત્ર ત્રણ મહિનાના ગાળામા ંજ વેક્સીનની માનવ ટ્રાયલ કરવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.