ચીનમાં કોરોનાના ત્રણ દર્દી આવતા લોકડાઉન લગાવાયું
બીજિંગ, કોરોનાએ ફરી દુનિયામાં હાહાકાર મચાવવાનો શરુ કર્યો છે.કોરોનાની બીજી લહેર કેટલી ભયાનક હતી તે બધા જાેઈ ચુકયા છે. ચીન કોરોનાને લઈને ભારે સતર્કતા વરતી રહ્યુ છે અને ચીનના ૧૦ લાખની વસતી ધરાવતા શહેર યુજુમાં તો માત્ર ત્રણ જ કોરોનાના કેસ સામે આવ્યા બાદ આખા શહેરમાં લોકડાઉન લગાવી દેવાયુ છે.
સરકાર દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર નહીં નિકળવા માટે ચેતવણી આપવામાં આવી છે. સોમવારે સરકારે કહ્યુ હતુ કે, લોકો ઘરમાં રહે તે જરુરી છે અને શહેરમાં સોમવાર રાતથી લોકડાઉન લાગુ કરાયુ છે.ચીન દ્વારા પહેલા જ આ શહેરમાં બસ અને ટેક્સી સેવા પર રોક લગાવી દેવાઈ છે.
હવે શોપિંગ મોલ, ઝૂ જેવા સ્થળો પણ બંધ કરવામાં આવી રહ્યા છે. ચીનમાં જાેકે બીજા દેશો જેટલા કેસો સામે આવી રહ્યા નથી.મંગળવારે ચીનમાં કોરોનાના ના ૧૭૫ કેસ સામે આવ્યા છે.બીજી તરફ ચીન વિન્ટર ઓલિમ્પિકના આયોજનમાં પણ વ્યસ્ત છે.SSS