ચીનમાં કોરોનાની એંટ્રીઃ લોકોને ઘરમાંજ રહેવાના આદેશ આપવામાં આવ્યા
નવીદિલ્હી: ચીનમાં સૌથી વધારે વસ્તી ધરાવતાં પ્રાંત ગુઆંગડોંગના શહેરોમાં કોરોના વાયરસનો પ્રકોપ વધવાને કારમે કડક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. હોંગકોંગને અડીને આવેલ આ પ્રાંતમાં અત્યાર સુધીમાં નવા ૪૧ કેસ નોંધાયા છે. અહીં અવરજવર કરવા પર પ્રતિબધં મુકી દેવામાં આવ્યો છે. પ્રાંતની બહાર જવા પર કોરોના ટેસ્ટ ફરજિયા કરવામાં આવ્યો છે.
ચીનની સરાકરે ફોસાન શહેરમાં કોરોનાનો પ્રકોવ વધવાને કારણે શહેરમાંથી આવતી જતી ૫૧૯ લાઈટસને રદ્દ કરી દીધી છે. શહેરના પાંચ વિસ્તારમાં તો લોકોને પોતાના ઘરમાં જ રહેવાના આદેશ આપ્યા છે. તમામ બજાર અને જાહરે સ્થળ પણ બધં કરી દેવામાં આવ્યા છે. દોઢ કરોડની વસ્તી ધરાવતા શહેરમાં એક મોટા વિસ્તારમાં તો શનિવારથી જ કડક નિયંત્રણો લગાવી દેવામાં આવ્યા હતા. ચીનમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ ૩૧, ૦૦૦ કેસો નોંધાયા છે અને ૪, ૬૩૬ જણાના મોત થયા છે.