ચીનમાં કોરોના બાદ વધુ એક વાયરસનો આંતક,૬૦૦૦થી વધુ લોકો સંક્રમિત
બીજીંગ: ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસથી દુનિયા હજુ લડી રહી છે ત્યારે અહીં એક નવા વાયરસે દસ્તક દીધી છે. આ વાયરસથી ૬ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે આ વાયરસનું નામ બ્રુસીલોસિસ છે
ચીનના ગાંસુ પ્રાંતની રાજધાની લાન્ચોના આરોગ્ય વિભાગે આ વાયરસની પુષ્ટી કરી છે.મળતી માહિતી અનુસાર ૬ હજારથી વધુ લોકો તેની ઝપટમાં આવી ચુકયા છે. બ્રુસીલોસીસ વાયરસને માલ્ટા ફીવરના નામે પણ ઓળખવામાં આવે છે તેને એક રીતનો જુનોટિક બેકટેરિયલ સંક્રમણ ગણવામાં આવે છે.
અહીંની સરકારે કુલ ૫૫૭૭૨૫ લોકોના ટેસ્ટ કરાવ્યા છે જેમાંથી ૬૬૨૦ લોકો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર સરકારે સ્વીકાર્યુ ંછે કે ૧૪ સપ્ટેમ્બર સુધી આ બીમારીના ૩૨૪૫ કેસ હતાં જે બે મહિનામાં બમણાથી વધી ગયા છે.વધતા સંક્રમિત કેસ ચિંતાનો વિષય બની રહ્યાં છે.ચીનમાં સંક્રમણના દર્દીઓ રોજરોજ વધી રહ્યાં છે
ડબ્લ્યુએચના આધારે આ વાયરસ સંક્રમિત જાનવરોના સીધા સંપર્કમાં આવવાથી કે પછી ડેરી પ્રોડકટથી કે હવાની મદદથી પણ ફેલાય છે એક બાયોફાર્માસ્યુટિકલ કંપનીમાં થયેલા લીકેજના કારણે આ વાયરસ ચીનમાં ફેલાયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.જે વિસ્તારોમાં આ વાયરસ ફેલાયો છે ત્યાં જાનવરોના સંપર્કમાં આવ્યા બાદ પોતાને સેનેટાઇઝ કરવું જરૂરી બન્યું છે.