ચીનમાં કોરોના વાયરસથી ૪૨૫ના મોત
બીજીંગ: ચીનના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે તેને ૩૧ પ્રાંત સ્તરીય ક્ષેત્રો અને શિનજિયાંગ પ્રોડકશન એન્ડ કંસ્ટ્રકશન કોર્પ્સથી કોરોનાવાયરસથી સંક્રમણના ૩,૨૩૫ નવા મામલા તથા ૬૪ અને લોકોના મોતની માહિતી મળી છે ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ અનુસાર મૃત્યુના તમામ માલા હુબેઇ પ્રાંતના છે
આયોગે કહ્યું કે સોમવારે ૫,૦૭૨ નવા શંકાસ્પદ કેસની માહિતી મળી. આયોગે કહ્યું કે સોમવારે જ ૪૯૨ દર્દી ગંભીર રીતે બીમાર થઇ આવ્યા અને ૧૫૭ લોકો સારવારથી ઠીક થઇ ગયા અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી સોમવાર રાત સુધી ચીનના મુખ્ય ભાગમાં ૨૦,૪૩૮ મામલાની પુષ્ટી થઇ ચુકી છે અને ૪૨૫ લોકોના મોત નિપજયા છે.
આયોગે કહ્યું કે ૨,૭૮૮ દર્દી હજુ પણ ગંભીર Âસ્થતિમાં છે અને ૨૩,૨૧૪ લોકો શંકાસ્પદ રીતે આ વાયરસથી સંક્રમિત થઇ ચુકયા છે સારવારથી ઠીક થઇ અત્યાર સુધી ૬૩૨ લોકોને હોÂસ્પટલમાંથી રજા અપાઇ છે. અને ૧,૭૧,૩૨૯ લોકો હજુ પણ સ્વાસ્થ્ય નિગરાનીમાં છે. આયોગે કહ્યું કે સોમવાર રાત સુધી હોંગકોંગ એસએઆરમાં તેના ૧૫ મામલા અને તાઇવાનમાં ૧૦ મામલાની પુષ્ટી થઇ ચુકી છે.