ચીનમાં કોરોના વાયરસ તૈયાર કરાયાનો બ્રિટિશ લેખકનો દાવો
વૉશિંગ્ટન: ચીનના વુહાન શહેરથી શરુ થયેલી કોરોના વાયરસ મહામારીએ આખી દુનિયામાં કોહરામ મચાવ્યો છે. દુનિયાભરમાં લાખો લોકોએ આ વાયરસને કારણે જીવ ગુમાવ્યા છે. અર્થવ્યવસ્થા ભાંગી પડી છે, વિદ્યાર્થીઓનું શિક્ષણ અને કારકિર્દી પ્રભાવિત થઈ છે, બેરોજગારી વધી છે. દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ વિષે દાવો કરવામાં આવે છે કે આ વાયરસ કુદરતી નથી, તેને પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવ્યો છે. વિજ્ઞાનને લગતા વિષયો પર લખતા બ્રિટનના પ્રખ્યાત લેખક અને સંપાદક નિકોસલ વેડે પણ આ આશંકા વ્યક્ત કરી છે. તેમણે ગુરુવારના રોજ કહ્યું કે ચીનની વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સંશોધનકર્તાઓ કોરોના વાયરસથી માનવ કોશિકાઓ અને માનવકૃત ઊંદરોને સંક્રમિક કરવા માટે પ્રયોગ કરી રહ્યા હતા.
નિકોલસ જણાવે છે કે, આ પ્રકારના પ્રયોગોને કારણે કોવિડ-૧૯ જેવા વાયરસ ઉત્પન્ન થવાની આશંકા છે. નિકોલસે આ મહિનાની શરૂઆતમાં પ્રતિષ્ઠિત બુલેટિન ઓફ ધ એટોમિક સાઈન્ટિસ્ટ્સમાં પ્રકાશિત ‘કોવિડની ઉત્પત્તિ- વુહાનમાં વાયરસ લોકોએ ફેલાવ્યો કે પ્રકૃત્તિએ?’ મથાળા હેઠળના લેખમાં સાર્સ-સીઓવી-૨ની ઉત્પત્તિ પર અનેક પ્રશ્નો કર્યા છે.
નિકોલસના જણાવ્યા અનુસાર, પુરાવના આધારે સાબિત કરી શકાય કે આ વાયરસને પ્રયોગશાળામાં ઉત્પન્ન કરવામાં આવ્યો, પરંતુ તેને સાબિત કરવા માટે આપણી પાસે હમણાં પૂરતા પુરાવા નથી. વાયરસની ઉત્પત્તિ વિષે બે મુખ્ય ધારણાઓ બાંધવામાં આવી રહી છે. એક ધારણા અનુસાર આ વાયરસ વન્યજીવોના માધ્યમથી મનુષ્યોમાં પ્રાકૃત્તિક રીતે આવ્યો અને બીજી ધારણા અનુસાર આ વાયરસ પર કોઈ પ્રયોગશાળામાં સંશોધન થઈ રહ્યુ હતું